અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો કુલ ૧૨૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં આગામી પાંચ-સાત દિવસ વરસાદની સંભાવના હતી પરંતુ લો-પ્રેશર સિસ્ટમની બદલતી ચાલ અને તીવ્રતાને પગલે આગામી ૨ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે.
આવતીકાલથી બે દિવસ એટલે કે ૧૨ અને ૧૩ સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ વરસાદી પ્રકોપ ઉતરે તેવી સંભાવનાએ વચ્ચે આજે પણ રાજ્યનાં અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો કુલ ૧૨૧ ટકા કરતા પણ વધુ વરસાદ નોંધાય ચૂક્યો છે. પાછલા રાઉન્ડમાં વરસાદથી રાજ્યમાં પાણી પાણી થઈ ગયું હતું. હવે ફરક વરસદનો જે રાઉન્ડ આવી રહ્યો છે. તેનાથી કોઈ નુકસાન ન થાય તેવી જગતાત પ્રાર્થના કરી રહ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનાં ૩૧ તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ તાલુકાઓમાં વરસાદ નોંધવામાં આવ્યો છે.રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધવામાં આવ્યા છે. ૩૧ તાલુકાઓમાંથી ૩ તાલુકાઓમાં ૨ થી ૩ ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે. ૪ તાલુકાઓમાં ૧ થી ૨ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીનાં ૨૪ તાલુકાઓમાં હળવો કહી શકાય તે પ્રકારે ૧ ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે.