આદર્શ શ્રી વિશ્વામિત્ર પે સેન્ટર શાળાનં-૫૨માં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધિ પાનીની પ્રેરક ઉપસ્થિતીમાં ગુણાત્સવ કાર્યક્રમ સંપન્ન
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વોર્ડનં- ૧૭માં શ્રી રઘુવિર સોસાયટીમાં આવેલ આદર્શ શ્રી વિશ્વામિત્ર પે સેન્ટર શાળાનં- ૫૨ ખાતે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધિ પાનીની પ્રેરક ઉપસ્થિતીમાં ગુણોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ પ્રાથમિક શાળાઓમાં આજથી બે દિવસ પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, વાઇસ ચેરમેન શ્રી અલ્કાબેન કામદાર, શાસનાધિકારી શ્રી ડી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ ગુણોત્સવ કાર્યક્રમ યોજાઇ રહયો છે.
મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધિ પાનીએ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત શાળાનું સર્વગ્રાહિ મૂલ્યાંકન કર્યુ હતું. રાજય સરકારની શૈક્ષણીક સુધારણા માટેની સૌથી મોટી પહેલ સમાન ગુણોત્સવ એટલે ગુણવત્તા સંવર્ધન માટેના મૂલ્યાંકન કાર્યક્રમમાં ધો.૧ થી ૫માં વાંચન, લેખન, ગણન, અને ધો.૬ થી ૮માં વાંચન, લેખન, ગણનની સાથે વિદ્યાર્થીઓનું ઓ.અમે. આર. શીટ દ્વારા વિવિધ વિષયને આવરી લેતું લેખિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું .
અત્રેઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં આ પ્રાથમિક શાળાને એ ગ્રેડ મળેલ છે. ધો.૧ થી ૮ની આ શાળામાં ૩૦૨ વિદ્યાર્થીઓ છે, અને ૧૧ શિક્ષકો છે. આ શાળામાં કોમ્પ્યુટર લેબ, જ્ઞ્રાન કૂંજ પ્રોજેકટ અને અમેરીકન –ઈન્ડો લેબ ઓન લાઇન એજયુકેશનની સુવિધા છે. શાળામાં રાષ્ટ્રીય પર્વોની ઉજવણી સહિત વિજ્ઞાન –પ્રદર્શન તથા રમતગમતમાં શાળાનાં વિદ્યાર્થીઓ ભાગ સક્રિયપણે લે છે. શાળામાં સ્વચ્છતાનું ધોરણ ઉંચું છે. તથા પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન છે. શાળાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ દેખાવ કરેલ છે અને રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એવોર્ડ મેળવેલ છે.
આ શાળામાં કંપાઉન્ડમાં મહાનગરપાલીકા સંચાલિત એક આદર્શ આંગણવાડી કેન્દ્ર પણ ચાલે છે. જેમાં ૩૦ જેટલા બાળકો લાભ મેળવે છે. આ કેન્દ્રમાં બાળકોને શિક્ષણ,પોષક આહાર અને આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવામાં આવે છે.
આ ગુણોત્સવના કાર્યક્રમમાં શાસનાધિકારીશ્રી ડી.બી. પંડયા, આચાર્યશ્રી મગનભાઇ મકવાણા, સી.આર.સી. કો. ઓર્ડીનેટરશ્રી શૈલેષભાઇ ભટ્ટ, શ્રી ઘેલાભાઇ ઝાંપડા, શિક્ષકો, વિદ્યાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com