ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી અને ગોંડલ ચોકડીથી એસ.ટી.બસ બાયપાસ જતી રહેશે

દિવાળી પછી કોરોનાએ ઉથલો મારતા અમદાવાદમાં તો કફર્યું જાહેર કરી દેવાયો છે જોકે ત્યારબાદ ગઈકાલે સાંજે સુરત, બરોડા અને રાજકોટમાં પણ રાત્રીના ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કફર્યું લાદવામાં આવ્યો છે. આજે રાતના ૯ વાગ્યાથી કફર્યુંથી લાગી જશે ત્યારે શહેરમાં બે દિવસ કફર્યુંના સમયમાં રાત્રે ૯ થી સવારના ૬ વાગ્યા સુધી એસ.ટી.બસો પ્રવેશ કરશે નહીં.

મળતી માહિતી મુજબ રાજકોટ સહિત સુરત, બરોડામાં પણ આજે રાત્રે ૯ કલાકથી સવારના ૬ વાગ્યા સુધી કોરોનાની મહામારીને કારણે કફર્યું લાદી દેવામાં આવ્યો છે ત્યારે એસ.ટી.તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, કફર્યું સમયમાં શહેરમાં એક પણ એસ.ટી.બસ પ્રવેશશે નહીં. રાજકોટ ડિવિઝનની અંદાજીત ૭૫૦થી વધુ બસો શહેરમાં પ્રવેશશે નહીં જોકે મુસાફરોને અવગડતા ન પડે તે માટે સરકાર દ્વારા સવારે ૬ વાગ્યા બાદ પુન: એસ.ટી. વ્યવસ્થા શરૂ થશે ત્યારબાદ મુસાફરો અવર-જવર કરી શકશે જોકે રાત્રીના સમયમાં બહારથી આવતી એસ.ટી.બસો રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, ગોંડલ ચોકડી સહિતના બાયપાસ રોડ દ્વારા હાઈવે પકડી લેશે એટલે કોઈ મુસાફરને ઈમરજન્સીમાં બહારગામ જવાનું થાય તો તેઓ આ ત્રણ સ્થળોએથી એસ.ટી.બસમાં પ્રવેશ મેળવી શકશે. કોરોનાની મહામારીના લીધે રાજય સરકાર દ્વારા ૪ શહેરોમાં રાતના ૯ થી સવારના ૬ વાગ્યા સુધી કફર્યું લગાવવામાં આવ્યો છે જેને લઈને એસ.ટી.તંત્ર દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે કફર્યું સમયે શહેરમાં એસ.ટી.બસને નો-એન્ટ્રી!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.