આઈઆઈટી મુંબઈ અને આત્મીય ઈન્સ્ટીટયુટનું સંયુકત આયોજન રોબોટીકસના વિવિધ ઘટકો અને આયામો પર માર્ગદર્શન અપાશે
આઈ.આઈ.ટી.-મુંબઈ અને આત્મીય ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૨૭ અને ૨૮ જુલાઈ દરમિયાન રોબોટીક્સ અંગે બે દિવસના ટ્રેનીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આત્મીય કોલેજમાં યોજાનાર આ ટ્રેનીંગ વર્કશોપમાં સમગ્ર સૌરાષ્ટ્રની ઈજનેરી કોલેજીસના અધ્યાપકો ભાગ લઇ શકશે. કૌશલ્યવર્ધનના ઉદ્દેશી યોજાઈ રહેલા આ વર્કશોપમાં આઈ.આઈ.ટી. મુંબઈના નિષ્ણાંત અધ્યાપકો પ્રત્યક્ષ તાલિમ આપશે.
વર્કશોપ વિષે માહિતી આપતાં આત્મીય કોલેજમાં ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કમ્યુનીકેશન વિભાગના વડા ડો.આશિષ કોઠારીએ જણાવ્યું કે, રોબોટીક્સના જુદાજુદા ઘટકો અને આયામો પર વિદ્વાનો દ્વારા સઘન માર્ગદર્શન આપવામાં આવશે. વર્કશોપમાં ભાગ લેનાર અધ્યાપકો પ્રોગ્રામની મદદી મોટર, ડિસ્પ્લે, બારગ્રાફ ડિસ્પ્લે ચલાવી શકશે. આ વર્કશોપમાં ભાગ લેનાર અધ્યાપકોને ત્રણ મહિનાની ટાસ્ક બેઝડ ટ્રેનીંગ આપવામાં આવશે. આત્મીય કોલેજની રોબોટીક્સ લેબની જેમ જે કોલેજમાં વિશિષ્ઠ લેબની વ્યવસ હશે અને રોબોટીક્સ માટેનાં સાધનો વિકસાવ્યાં હશે તેમણે ટીબીટી ચેલેન્જ-૨૦૧૮માં ભાગ લેવાની તક મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જાહેર યેલ પરિણામમાં આત્મીયના અધ્યાપકોની ટીમ પ્રમ ક્રમે રહી હતી.
તા. ૨૭ અને ૨૮ જુલાઈ દરમિયાન યોજાનારો વર્કશોપ ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કમ્યુનીકેશન વિભાગ અંતર્ગત કાર્યરત અદ્યતન સુવિધાી સજ્જ સેંટર ઓફ એક્સસેલેન્સ ઈન એમ્બેડડેડ સિસ્ટમ્સ એન્ડ રોબોટિક્સ લેબોરેટરી માં યોજવામાં આવશે. સંસના નિયામક ડો. જે.એન. શાહ અને પ્રિન્સિપાલ ડો. જી.ડી.આચાર્યએ સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલી ઈજનેરી કોલેજીસના અધ્યાપકોને ધ્યાનમાં રાખીને આત્મીયએ કરેલી વર્કશોપના આયોજનની પહેલનો લાભ લેવા સર્વે કોલેજીસને આમંત્રણ આપ્યું છે.
આત્મીયના સંવાહક પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ વર્કશોપનું આયોજન ઈજનેરી અધ્યાપકો માટે શ્રેષ્ઠ તક હોવાનું જણાવ્યું છે. આત્મીય કોલેજમાં ઉભી યેલી અત્યાધુનિક સુવિધાઓનો લાભ લઈને કૌશલ્યવર્ધન કરવા માટે તેમણે સમગ્ર સૌરાષ્ટ્રની કોલેજીસના અધ્યાપ્કોને આહ્વાન કર્યું છે. આ વર્કશોપ અંગે વિશેષ માહિતી માટે ડો. આશિષ કોઠારી મો.નં. ૯૮૯૮૩૭૪૯૬૧ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.