એચ.એન. શુકલ, આર્યવીર, ડાંગર અને કામદાર હોમીઓપેતિહાંક કોલેજ દ્વારા આંતર રાષ્ટ્રીય કક્ષાના વિષય નિષ્ણાંતો માર્ગદર્શન આપશે
રાજકોટ ખાતે પ્રથમવાર યોજાઈ રહેલા આ સમિટમાં મુંબઇના ડો. કુમાર ધવલે કે જેઓએ એમબીબીએસ અને બીએડ કર્યા બાદ હોમીઓપેથીનો અભ્યાસ લંડન ખાતે કરીને છેલ્લા ૩૬ વર્ષથી હોમીઓપેથીક પ્રેકટીસ કરે છે તથા તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ હોમીઓપેથીક કોલેજ તથા હોમીઓપેથી શિક્ષણ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ભાગ ભજવી રહ્યા છે. તેમના મેન્ટલ હેલ્થ પરના ઘણા સંશોધનો ભારત સરકાર સાથે રહીને કરેલ છે.
ડો. જસવંત પાટીલ કે જેઓ પણ એમબીબીએસ અને એમડી છે તેઓ પણ ત્યારબાદ હોમીઓપેથીનો અભ્યાસ કરીને ૩૦ વર્ષ થયા એક લાખથી વધુ દર્દી ઓ ને હોમીઓપેથી દ્વારા સારવાર કરેલ છે. તેઓ મુંબઇ, દિલ્હી તથા જલગાવ ખાતે તેમના સારવાર કેન્દ્રો તથા હોસ્પિટલ ચલાવી રહ્યાં છે.
છેલ્લા થોડા વર્ષોમાં હોમીઓપેથી કોલેજોને ભારત સરકાર તથા હોમીઓપેથી કાઉન્સિલ દ્વારા આ સારવાર પદ્ધતિ સામાન્ય લોકો સુધી પહોંચે તથા સંશોધન અને ટીચર્સ ટ્રેનિંગ માટે ખૂબ પ્રોત્સાહન આપી રહી છે. ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ઉપરોક્ત ચાર કોલેજો દ્વારા ખાસ તારીખ ૭ ડિસેમ્બરના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે બ્રેકઆઉટ સેસન ઉપરોક્ત નિષ્ણાંતો દ્વારા લેવામાં આવશે. આ વર્કશોપમાં ઉપરોક્ત આંતર રાષ્ટ્રીય સ્પીકર દ્વારા કોલેજ ના ફેકલ્ટી ઉચ્ચસ્તરનું મેડિકલ એજ્યુકેશન કલાસરૂમ અને કલીનીકલ સેટઅપમાં આપી શકે તેની ખાસ સ્પેશ્યલાઈઝ્ડ ટ્રેનિંગ મેળવશે. જેથી કોલેજના વિષય નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમ્યાન અસરકારક સફળ હોમીઓપેથીક ડોક્ટરની તાલીમ આપી શકાય તેવા રેગ્યુલર પ્રોગ્રામ કરવામાં આવશે. તારીખ ૮ના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે ૮૦૦ થી વધુ હોમીઓપેથીક તબીબો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહીને હોમીઓપેથી દ્વારા આજના જમાનાના વિવિધ અસાધ્ય મનાતા રોગો તથા માનસિક સ્વાસ્થ્ય અને મનોશરીરીક રોગો માટેની અત્યાધુનિક હોમીઓપેથીક સારવાર વિશે ઉપરોક્ત સ્પીકર પાસેથી માર્ગદર્શન તથા લાઈવ વિડિઓ કેસ દ્વારા સમજણ મેળવશે. હોમીઓપેથી એક સફળ, સુરક્ષિત અને અસાધારણ સારવાર પદ્ધતિ છે.
જેમાં રોગને જડમૂળ થી મટાડવાની ક્ષમતા ધરાવે છે. આ ચિકિત્સા પદ્ધતિમાં તાત્કાલિક થતી બીમારી ઓ જેવા કે ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, ફલૂ જેવા વાયરલ રોગોમાં અસરકારક દવા ઓ ઉપલબ્ધ છે. કારણ કે હોમીઓપેથીક દવા માણસની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા દ્વારા અકસીર સાબિત થઈ છે. નેશનલ હોમીઓપેથીક અવેરનેસ સમિટ ૨૦૧૯ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડો.નીતિનભાઈ પેથાણી તથા પ્રો વાઇસ ચાન્સેલર ડો. વિજયભાઈ દેશાણીએ શુભેચ્છાઓ પાઠવેલ છે.
આ રાષ્ટ્રીય કક્ષાના આયોજનમાં હોમીઓપેથી કાઉન્સિલના પ્રમુખ ડો. હરેશ પટેલ, રજીસ્ટ્રાર ઉપાધ્યાય, મેમ્બર્સ ડો. ભાસ્કરભાઈ જે. ભટ્ટ, ડો. વૈભવ રાવ, ડો. ગિરીશ પટેલ, ડો. કલ્પિત સંઘવી, ડો. ગોરધન કોશિયા, ડો. હિતેશ હડિયા, ડો. રાજેશ બ્રહ્મભટ્ટ, ડો. હેમેન્દ્ર ચાવડા, ડો. યોગેશ પંડ્યા, ડો. ચેતન પટેલ હાજર રહેશે. આ આયોજનમાં હોમીઓપેથી મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના પ્રમુખ ડો. કેયુર મજમુનદાર, જન. સેક્રેટરી ડો. શિવાંગ સ્વામિનારાયણ, રાજકોટ યુનિટના પ્રમુખ ડો. મયુરી સંઘવી, સેક્રેટરી ડો. વિમલ રાચ્છનો સક્રિય સહયોગ મળેલ છે.