જટીલ પ્રશ્ર્નોના સમાધાન માટે જી.ઇ.સી. યોજાઇ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે પૈકીના અમુક કાર્યક્રમોતો દેશ અને સમાજને અત્યંત લાભપ્રદ રહે છે. તારીખ 7 અને 8 ઓક્ટોબરના રોજ સરકારી ઈજનેરી કોલેજ રાજકોટ ખાતે ઝોન કક્ષાનું હેકેથોન – 2022 સ્પર્ધાનું આયોજન થયું છે. આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે ઙૠટઈકના મેનેજીંગ ડીરેક્ટર વરુણ બરનવાલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે ટાંક્યું હતું કે રાજકોટની કોલેજોમાંથી પણ ભવિષ્યના અદાણી કે અંબાણી નીકળી શકે તેવા ઉજળા સંજોગો આજે છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાનાથી બનતી મદદ કરવા માટેની પણ તૈયારી દર્શાવી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અટઙઝઈં અને પોલીટેકનીકના આચાર્યોની પ્રેરક ઉપસ્થિતમાં ૠઊઈ રાજકોટના પ્રીન્સીપાલ કિશોર મારડિયાએ હેકાથોનને શરુ કરાવી હતી. આ હેકાથોનમાં વિદ્યાર્થીઓને કૃષિ વિભાગ, ક્લાઈમેટ ચેન્જ વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગ, જંગલ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, વિજ્ઞાન અને તકનીકી વિભાગ જેવા વિવિધ સરકારી વિભાગો તથા ઔદ્યોગિક એકમો પાસેથી મેળવેલા કુલ 750 થી વધારે પ્રશ્ર્નોનું નિરાકરણ શોધવાનો પડકાર છે.
શુક્રવાર સવારથી લઇ શનિવાર સાંજ સુધી, સતત 36 કલાક ચાલનારી આ સ્પર્ધાના અંતે આ જટિલ પ્રશ્નોનું નિરાકરણ અપેક્ષિત છે. આજથી સંસ્થા ખાતે જુદી જુદી કોલેજની 64 ટીમ અને 312 વિદ્યાર્થીઓ અને સાથે સાથે તેમના મેન્ટર અને નિષ્ણાત જ્યુરી મેંબર પણ હાજર રહેશે. નોંધનીય છે કે ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો પણ પોતાનો સમય આપવાના છે. આ યોજનામાં પ્રોફેસર કે. બી. રાઠોડ અને પી. સી. વસાણીએ વિશેષ જહેમત ઉઠાવી હતી.