ર૭ અને ૨૮ જુલાઇના રોજ હરીફાઇ યોજાશે: જેમાં ગૌ સેવા પરિસંવાદ ગીર ગાયની ઉત્પતિ, મહત્વ જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન અપાશે

સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા દ્વારા સોમનાથ ખાતે તા. ર૭ અને ર૮ એમ બે દિવસ દરમ્યાન ગૌસેવા સંવર્ધન તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઇનું  આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં ગૌસેવા પરીસંવાદ જેમાં ગીર ગાયની ઉત્પતિને મહત્વ, ગીર ગાયનું દુધ, છાણ, ગૌમૂત્ર, અને પેદાશોનું મહત્વ, ઉપયોગીતા, ગીરગયા આજીવિકાનું સાધન વિગેરે અલગ અલગ વિષયો ઉપર તજજ્ઞો  અનુભવીઓ, નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ આ તકે બીજા દિવસે ગૌવંશ તંદુરસ્તી હરીફાઇનું પણ આયોજન રાખવામાં આવેલ છે. જેમાં આજદિન સુધી કુલ ૧૭૩ જેટલી એન્ટ્રી જુનાગઢ ગીરસોમનાથ જીલ્લામાંથી નોંધાયેલ છે.

આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને પરસોતમભાઇ રૂપાલા, તેમજ મુખ્ય મહેમાત તરીકે ડો. વલ્લલભભાઇ કથીરીયા, ટ્રસ્ટના માન. ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર, સેક્રેટરી પી.કે.લહેરી તથા સલાહકાર ડો. યશોધરભાઇ ભટ્ટ તથા ભાવેશભાઇ વેકરીયા ખાસ ઉ૫સ્થિત રહેશે.

સ્પર્ધાનું મહત્વ છે કે શ્રેષ્ઠ ગૌવંશમાં પ્રથમ આવનાર ગીરગાયને રૂા ૩૧,૦૦૦ દ્વિતીય ને રૂા ૨૧૦૦૦, તૃતીય ને રૂા ૧૧૦૦૦ અને શ્રેષ્ઠ ગૌવંશમાં પ્રથમ આવનાર વોડકીને રૂા ૩૧૦૦૦, દ્વિતીયને રૂા ૨૧૦૦૦, અને તૃતીય ને રૂા ૧૧૦૦૦ જયારે શ્રેષ્ઠ ગૌવંશમાં પ્રથમ આવનાર વાછરડાને રૂા ૩૧૦૦૦, દ્વિતીયને રૂા ૨૧૦૦૦, અને તૃતીય ને રૂા ૧૧૦૦૦ નો પુરસ્કાર આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.