બુધ-ગૂરૂવારે કિશાનપરા ચોક ખાતે વિતરણ કરાશે; ઉદઘાટનમાં સી.પી., ડી.સી.પી., સહિતના અગ્રણીઓ આપશે હાજરી; પર્યાવરણ પ્રેમીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

લાયન્સ કલબ રાજકોટ પ્રાઈડ અને રાજકોટ શહેર પોલિસના સંયુકત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત, રક્ષાબંધન અને સ્વતંત્ર દિવસ નિમિતે રાજકોટના નગરજનો હોળી સંખ્યામાં વૃક્ષારોપણ કરે એવા આશય સાથે તા.૧૪ અને ૧૫ ઓગષ્ટના દિવસે વિના મૂલ્યે રોપા વિતરણનું આયોજન કિશાનપરા ચોક ખાતે કરવામાં આવેલ છે. આ રોપો ઘરમા સુશોભન થાય એવા, ઓશડીયા ગૂણ ધરાવતા ઉપરાંત ઘરના આંગનમાં વાવી શકાય એવા વૃક્ષોનું વિત્તરણ કરવામાં આવશે.

લાયન્સ કલબ ઈન્ટરનેશનલ, સૌરાષ્ટ્ર કચ્છના ગવર્નર દિવ્યેશભાઈ સાકરીયા અને પોલિશ કમિશ્નર મનોજ અગ્રવાલના જન જાગૃતિ અભિયાનને બહોળી શુભેચ્છા મળી રહે છે. ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા  અને ડી.સી.પી. રવિ મોહન શૈનીના માર્ગદર્શન હેઠળ એ.સી.પી. ટ્રાફીક ભરતસિંહ ચાવડા અને સમગ્ર પોલિસ ડીપાર્ટમેન્ટ આ જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવા પ્રયત્નશીલ છે.

લાયન્સ કલબ રાજકોટ પ્રાઈડના પ્રમુખ ઉમેશ ભલાણી, સેક્રેટરી નીરજ અઢીયા, ટ્રેઝરર દેવેન્દ્ર રૂપારેલીયા, રમેશભાઈ રામણી, અચ્યુત પટેલ, કિશન ભલાણી, કેબીનેટ ઓફીસર સંજય કલકાણી, ચેતન વ્યાસ, કિશોર વઘાસીયા, ગીરીશ અકબરી, વિનોદ ઠકકર, કૃણાલ રાબડીયા, અતુલ મારૂ વિગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.તેમાં ડિસ્ટ્રીકટ પી.આર.ઓ. ડોલરભાઈ કોઠારીએ જણાવેલ હતુ.

પર્યાવરણ પ્રેમી એવા દિનેશભાઈ વોરા અને વિજયભાઈ ડોબરીયાએ આ અભિયાનને સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન આપેલ છે. અને ભવિષ્યમાં પણ આવા અભિયાન આગળ ધપે એવી શુભેચ્છા પાઠવી છે. શહેર જાહેર જનતા આ રોપા વિતરણનો લાભ લે અને મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરે એ માટે પર્યાવરણ પ્રેમીઓએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.