સમગ્ર દેશમાંથી ૧૨૦૦થી વધારે આયુર્વેદ તબીબો રહેશે ઉપસ્થિત: ડોકયુમેન્ટરી કોમ્પિટીશન, પોસ્ટર પ્રેઝેન્ટેશન સહિતના કાર્યક્રમોમાં ૩૫૦થી વધુ વિદ્યાર્થી લેશે ભાગ
હંસવાહિની એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ રાજકોટ દ્વારા કોલેજ કેમ્પસ ખાતે તા.૨૧,૨૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ નેશનલ કોન્ફરન્સ સ્વાસ્થ્ય કોન-૧૮નું આયોજન કરવામાં આવેલ છે. કોન્ફરન્સનું સંપૂર્ણ આયોજન ઓલ ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ પેરામેડીકલ એસોસીએશનના પ્રેસીડેન્ટ અને ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલના ટ્રસ્ટી ડો.મેહુલ ‚પાણી તથા પ્રિન્સીપાલ ડો.લીના પી.શુકલના માર્ગદર્શન હેઠળ થઈ રહેલ છે. સ્વાસ્થ્ય કોન-૧૮ના મુખ્ય વિષય નેસેસીટી ઓફ દિનચર્યા ઈન રીસેન્ટ એરા પર ભારતભરના તજજ્ઞો પોતાના મંતવ્ય રજુ કરશે.
આયુર્વેદના સ્વાસ્થ્યનું રક્ષણને લગતા સિદ્ધાંતો પર વધુ ગોઠ ચર્ચાઓ, નવા સંશોધન અને અનુભવી આયુર્વેદ તજજ્ઞોના અનુભવ આજની નવી પેઢી સુધી પહોંચાડવું, સમાજમાં આયુર્વેદિક દિનચર્યા અનુસરવા માટેની જાગૃતતા આવે એ રાષ્ટ્રીય પરિષદનું લક્ષ્ય છે. સ્વાસ્થ્ય કોન-૧૮માં લગભગ ૧૨૫ જેટલા સાયન્ટીફીક પેપર પ્રેઝન્ટેશન કરવામાં આવશે. ૫૦થી વધારે પોસ્ટર પ્રેઝન્ટેશનનું આયોજન કરેલ છે. અલગ વિષય પર તૈયાર કરેલ આયુર્વેદિક ડોકયુમેન્ટ્રી ફિલ્મ રજુ કરવામાં આવશે. એમડી અને બી.એ.એમ.એસ.ના વિદ્યાર્થીઓ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનમાં ભાગ લેશે.
ઉદઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેનાર છે. અતિથી વિશેષ તરીકે આયુષ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી વેદ્ય, રાજેશ કોટેચા, સી.સી.આઈ.એમ.ના પ્રેસીડેન્ટ ડો.વનીથા મુરલીકુમાર, કમીશનર ઓફ હેલ્થ મેડીકલ સર્વિસ એન્ડ મેડીકલ એજયુકેશનના કમિશનર ડો.જયંતિ રવી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના વાઈસ ચાન્સેલર ડો.સંજીવ ઓઝા, સી.સી.આઈ.એમ.ના મેમ્બર ડો.ભરત બોઘરા, ડો.વિક્રમ ઉપાધ્યાય, ડો.જુલયા અન્સારી તથા એસ.ડી.એમ હસનના પ્રિન્સિપાલ ડો.પ્રસન્ના રાવ ખાસ ઉપસ્થિત રહેનાર છે.
ઉદઘાટન પ્રસંગે ગુજરાતના પ નામાંકિત, ભેખધારી આયુર્વેદાચાર્યનું સન્માન કરવામાં આવશે. બીજા સેશનમાં ડો.અર્પણ ભટ્ટ દિનચર્ય એન્ડ લાઈફ સ્ટાઈલ ડીસ્પોડર વિષય પર પોતાનું વકતવ્ય રજુ કરશે. ત્યારબાદ સાયન્ટીફીક સેશનનો પ્રારંભ થશે. જેમાં પીજીના વિદ્યાર્થીઓ પેપર રજુ કરશે અને દિનચર્યાના વિષય પર કોન્ફરન્સના સ્થળ પર પોસ્ટર બનાવશે. પ્રથમ દિવસે સાંજે વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ કલ્ચરલ પ્રોગ્રામમાં ભાગ લેશે. સ્વાસ્થ્ય કોન-૧૮ના બીજા દિવસે એટલે કે ૨૨ એપ્રિલના રોજની માહિતી આપતા ઓર્ગેનાઈઝેશન કમિટી જણાવે છે કે દિવસના પ્રથમ અને કોન્ફરન્સના ત્રીજા સેશનમાં ડો.મંગલાગોરી રાવ દિનચર્યા હેલ્થી ઈન્દ્રીય એન્ડ બ્યુટી વિષય પર પોતાનું વ્યાખ્યાન રજુ કરશે. ત્યારબાદ કોન્ફરન્સના ચોથા સેશનમાં ડો.હિતેશ વ્યાસ પોતાના વકતવ્યમાં દિનચર્યા બેસેડ ઓન આહાર વિજ્ઞાન વિષય પર પોતાના મંતવ્ય રજુ કરશે. ત્યારબાદ આયુર્વેદના વિષય પર તૈયાર કરેલ ડોકયુમેન્ટ્રી કોમ્પિટિશન રાખવામાં આવેલ છે.
ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ રાજકોટ ટ્રસ્ટી જસુમતીબેન કોરાટ, નેહલભાઈ શુકલ, પ્રશાંતભાઈ કોરાટ, ઓજસભાઈ ખોખાણી, ચેતનભાઈ રામાણી, નિતેશભાઈ અમૃતિયા, તમામ ટ્રસ્ટીઓ આયુર્વેદિક જગતના તમામ આયુર્વેદાચાર્યોના સ્વાગત કરવા થનગની રહ્યા છે અને આ નેશનલ આયુર્વેદિક કોન્ફરન્સ ખુબ જ સારી રીતે સંપન્ન થાય એ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ ઉપરાંત સંસ્થા દ્વારા ૧ જુનથી ૩૧ જુલાઈ યોગ વિનામૂલ્યે શિખવાડાશે. ઉપરાંત વેકેશન ખુલતા શાળાઓમાં જઈ બાળકોને હળદર-તુલસી સહિતની વસ્તુઓનો સ્વાસ્થ્ય જાળવવા કઈ રીતે ઉપયોગ કરી શકાય તે શિખવાડવામાં આવશે. સાયન્સ કોલેજોમાં જઈ છાત્રોને ઔષધી જ્ઞાન આપવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com