ઓલ ઈન્ડિયા એથ્લેટીક કોમ્પિટીશન માટે ટ્રાયલમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે: ૫૦ કોલેજનાં કુલ ૨૦૦ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેશે
ડિસેમ્બરમાં પંજાબ ખાતે યોજાનારી ઓલ ઈન્ડિયા એથ્લેટીક કોમ્પિટીશન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે કાલથી બે દિવસીય ખેલકૂદ સિલેકશનનું ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૦ નવેમ્બર સુધીમાં કુલ ૫૦ કોલેજનાં ૨૦૦ વિદ્યાર્થીઓનાં ફોર્મ ભરાયા છે. ૨૦૦ વિદ્યાર્થીઓ હાજર રહેવાના છે. આ તમામ વિદ્યાર્થીઓ આવતીકાલથી સિલેકશન માટે કસોટી આપશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત થતી ગિવત મુજબ દર વર્ષે ઓલ ઈન્ડીયા એથ્લેટીક કોમ્પિટીશનમાં ખેલાડીઓને મોકલવા માટે ડિસેમ્બરમાં સિલેકશન ટ્રાયલ રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે પંજાબમાં રમાનારી નેશનલ લેવલની કોમ્પિટીશન માટે ૨૫મી નવેમ્બર સુધીમાં યાદી મોકલવાની છે. આથી કાલથી બે દિવસીય ખેલાડીઓની પસંદગી માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સિલેકશન ટ્રાયલ રાખવામાં આવી છે.આ સિલેકશન ટ્રાયલમાં ટીમ સાથે પી.ટી.ટીચરે હાજર રહેવું ફરજીયાત છે. ઓલ ઈન્ડીયા કોમ્પિટીશન માટે કવોલીફાઈડ સ્ટાંડર્ડમાં આવતા ખેલાડીઓની જ પસંદગી કરવામાં આવશે. ખેલાડીઓ માટે કવોલીફાઈડ નોર્મ્સ પ્રમાણે જ પસંદગી કરવામાં આવશે. દરેક ખેલાડીઓએ ઓળકપત્ર સ્પર્ધાનાં સમય સાથે લાવવા રહેશે ઓળખપત્ર ધરાવતા ન હોય તેવા ખેલાડીઓનું પરિણામ અટકાવી દેવામાં આવશે