આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુવતિના પિતાએ આપઘાત કર્યા બાદ ભાઇએ પિતરાઇની મદદથી બનેનું ઢીમ ઢાળી દીધુ’તુ

જૂનાગઢના વંલી નજીક ગત મોડી સાંજે પ્રેમ લગ્ન કરનાર પ્રેમી યુગલ માાના ભાગે તીક્ષ્ણ હયિાર વડે ઘાતકી ઘા કરી અજાણ્યા હતિયારાઓએ હત્યા કરી નાશી છૂટતા, વંલી પંકમાં ચકચાર મચી જવા પામી છે, જો કે પ્રેમી યુગલની હત્યા યુવતીના ભાઈ અને એક પિતરાઈ એ કરી હોવાનું મનાઈ રહ્યું છે, જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા તપાસો ચાલી રહી છે.

ગત સાંજના સાડા છ વાગ્યાના આસપાસ કેશોદ તરફી જૂનાગઢ આવી રહેલ ત્રીપલ સવારી બાઈક પર બે અજાણ્યા બાઈક સવારો કુહાડીના ઘા કરી મોટર સાઈકલ પછાડી દઈ, યુવક અને યુવતીને માાના ભાગે તીક્ષ્ણ હયિારો વડે મરણતોલ ઘા કરી લેતા દંપતીના ઘટના સ્ળે જ મોત નીપજ્યા હતા.

વંલીના આ ડબલ મર્ડર કેસ અંગે જૂનાગઢની એક પોલીસ બ્રાંચમાં ફરજ બજાવતા પોલીસ કર્મીના પત્ની વનીતાબેન દેવશીભાઇ નંદાણીયા એ વંલી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ કેશોદ ગામે તેમના મોટા બેનના ઘરે ગયેલા ત્યારે તેના સગા સંજય રામસી રામ અને ધારાબેન સંજયભાઈ રામ તેના બેનના ઘરે હતા અને તેઓને રાજકોટ જવાનું હોવાી સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં તેમના મોટરસાયકલ નંબર જીજે ૧૧ સીએ ૦૩૪૮ માં કેશોદી ત્રિપલ સવારીમાં નીકળ્યા હતા અને વંલી નજીક આવેલા પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવી જૂનગઢ તરફ આવી રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપી અડધો કિલોમીટર દુર પહોંચતા જ એક મોટરસાઇકલ ઉપર બે શકશો ઘસી આવ્યાા હતા અને પાછળ બેસેલા વ્યક્તિએ કુહાડીનો સીધો ઘા સંજયના હા ઉપર કરીી દેતા મોટરસાયકલ પડી ગયું હતું જેમાં ફરિયાદી વનીતાબેનને ઇજાઓ ઇ હતી. એ દરમિયાન મોટરસાયકલની પાછળ બેઠેલ વાદળી કલરના શર્ટ પહેરેલા મોટી ઉંમરના વ્યક્તિએ કુહાડી વડે સંજયના માા ઉપર જીવલેણ ઘા કરી દીધો હતો અને બાદમાં ધારાના માા પર પણ કુહાડી નો જીવલેણ ઘા કરી દેતા બંને લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર તરફડિયા મારી રહ્યા હતા. આ દરમિયાન બંને હુમલો કરનાર શખ્સો પોતાની મોટરસાયકલ લઈને કેશોદ તરફ નાસી છૂટયા હતા,

જોકે આ દરમિયાન વનીતાબેન એ કોઈ અજાણ્યા વ્યક્તિના મોબાઇલ લઇ તેમના પતિ દેવશીભાઇ નંદાણીયા ને આ ઘટના અંગે વાત કરતા તાત્કાલિક વંલી પોલીસ ના પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્ળે પહોંચ્યો હતો અને બાદમાં જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ કેશોદ ગઢવી તા એલ સી બી. એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્ળે પહોંચી બન્ને મૃતદેહોનો કબ્જો સંભાળી, પોસ્ટમોર્ટમ માટે મોકલી, સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ લોકેશનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો.

વંલી પોલીસમાં ગીતાબેન દ્વારા નોંધાવેલ ફરિયાદમાં મરણ જનાર સંજય તા ધારાએ ચાર માસ અગાઉ પ્રેમ લગ્ન કરેલા હતા જે પ્રેમલગ્ન ધારાના પરિવારજનોને માન્ય નહીં હોય, જેના કારણે મન દુ:ખ ચાલતું હતું ત્યારે એના કારણે જ આ હત્યા ઇ હોવાનું મનાઈ રહ્યું છે.

બીજી બાજુ લોકોમાં તી ચર્ચા અંગે છ મહિના પહેલા સંજય તેની કોળી પટેલ પ્રેમિકા ધારાને લઈને ઘરે ી નીકળી ગયો હતો અને એ જ સાંજના ચાર વાગ્યે ધારાના પિતાએ આપઘાત કરી લીધો હતો બાદમાં એક ચર્ચા મુજબ તેનો ભાઈ આ ઘટનાી ખૂબ જ વિહવળ હતો અને હયિારો લઈને જ આંટા મારતો હતો.

પોલીસની પ્રામિક તપાસમાં મરણ જનાર સંજય મૂળ ગીર સોમના જિલ્લાના વતની છે, અને બાદમાં કેશોદ ખાતે રહેતા હતા, બાદમાં માંગરોળ નજીક દરશાળી ગામે જમીન લેતા એવો દરશાલી ગામે રહેતા હતા અને ૪ માસ અગાઉ ધારા નામની યુવતી સો પ્રેમલગ્ન કર્યા હતા, જે તેમના અને તેમની પ્રેમિકા માટે મોત નું કારણ બન્યું હતું.

દરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચના અને ડી.વાય.એસ.પી જે.બી. ગઢવીના માર્ગદર્શન નીચે વંલી પોલીસ, એલસીબી સહિ તના અધિકારીઓ અને પોલીસ ટીમ દ્વારા આ હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ શરૂ ઇ ગયો છે, અને નિવેદનો લેવાયા રહ્યા છે, તા આ હત્યામાં મરણ જનાર ધારાના ભાઈ રાજુ પરમાર અને તેના મામાના પુત્રની પોલીસે સકંજામા લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.