શહેરમાં ૧૦૦ જેટલા પંપની હજુ જરૂરિયાત
પી.આઇ. હિતેશભાઇ ગઢવીએ થેલેસેમીયા પિડિત બે બાળકોને ડેસ ફેરાલ પંપ માટે આથિંક સહાય કરી છે.મહીનાના પ૦ થી વધુ ઈજેકશન લેવા પડે છે. દવા પણ નિયમિત લેવી પડે છે અને બધું જ કરવા છતાં બાળકોની વેદના અસહય હોય છે અને બધુ જ કરવા છતાં થેલેસેમિક બાળકોને સતત જિંદગીનું જોખમ રહ્યા કરે છે. આવા બાળકોનો સમગ્ર પરિવાર આર્થિક-માનસિક શારીરિક બધી રીતે ભાંગી ગયેલ હોય છે.
રાજકોટમાં થેલેસેમીયા મેજર અંદાજીત ૫૦૦ બાળકો છે. આમાંથી ૨૦% બાળકોને આર્યન કાઢ વા માટે થેલેસેમીયા પંપ વાટે ઈન્જેક્શન ડેસફેરાલ આપવાની જરૂર પડે છે. જો આ ઈજેકશન ન આપવામાં આવે તેનું હૃદય ફેઈલ થઈ જાય છે રાજકોટમાં હાલમાં ૩૦ જેટલા પંપ છે. પરંતુ હજી ૧૦૦ પંપની જરૂરીયાત છે. આ પંપની તાત્કાલીક જરૂરીયાત લક્ષમાં લઈને ક્રાઇમ બ્રાંચના જાબાજ પી.આઈ. હિતેશભાઈ ગઢવી બે થેલેસેમિયા પીડિત વણકર બાળકો નયન અને રવિ ને પંપ આપીને બાળકો નું દિલ જીતી લીધું હતું.
સમાજમાં આ પંપ આપવા માટે દરેક સામાજિક સંસ્થાઓ અપીલ કરવામાં આવી છે. ડો. નિખિલ શેઠ ગુજરાતમાં અંદાજીત ૫૦૦ બાળકોને નિ:શુલ્ક સેવા અને માર્ગદર્શન આપે છે. થેલેસેમીયા અંગેની નિ:શુલ્ક માહિતી માટે ડો. નિખીલ શેઠ મો.૯૮૨પર પ૦૦૭૦ અને જીતલ કોટેચા ૯૩૭૪૧ ૫૪૦૦૦ પર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.