સુપ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલામાં આંતકી હુમલો કરવાનો પ્લાન બનાવ્યો’તો
છ વર્ષ પહેલાં બંને ભાઇઓની એટીએસની ટીમે રાજકોટ અને ભાવનગરથી ઝડપાયા’તા
રાષ્ટ્ર વિરોધી આંતકવાદના ગુનો પ્રથમ દર્શનિય પુરવાર થાય છે હળવાશથી લઇ શકાય નહી: સ્પેશ્યલ કોર્ટ
સુપ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આંતકી હુમલો કરવાનું ખતરનાક કાવતરુ ઘડી ષડયંત્રને અંજામ આપવા વિસ્ફોટક સામગ્રી એકઠી કરવાના અને આઇએસઆઇએસના લીડર સાથે સંપર્ક ધરાવતા રાજકોટના બે સગા ભાઇની છ વર્ષ પહેલાં એટીએસની ટીમે ધરપકડ કરી હતી. બંને સામેનો એનઆઇએ સ્પેશ્યલ કોર્ટમાં સનાવણી પુરી થતા બંને આંતકી સામે રાષ્ટ્ર વિરોધી આંતકવાદી પ્રવૃતિને હળવાશથી લઇ શકાય નહી બંને સામે પ્રથમ દર્શનીય પુરાવા છે તેવું ઠરાવી બને આતંકીઓને અમદાવાદની એનઆઈએ સ્પેશ્યિલ અદાલતે દસ-દસ વર્ષની સજા ફટકારી છે.
રાજકોટના રૈયા રોડ પર આવેલા નહેરુનગરમાં રહેતા વસીમ આરિફ રામોડીયા અને તેના ભાઇ નઇમ આરિફ રામોડીયા નામના શખ્સોને ગત તા.28-2-2017ના રોજ એટીએસની ટીમે ધરપકડ કરી હતી. બંને શખ્સો રાજકોટ અને ભાવનગરમાં રહી સુપ્રસિધ્ધ ચોટીલા મંદિરમાં આત્મઘાતી હુમલાનું કાવતરુ ઘડયાનું તેમજ બંને શખ્સો પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇના સંપર્કમાં હોવાનું તેમજ તેની પાસેથી વિસ્ફોટક સામર્ગ મળી આવી હતી. તેમજ તેઓેએ ઇન્ટરનેટની મદદથી બોમ્બ કંઈ રીતે બનાવવો તેમજ સિરિયા ખાતે આંતકી તાલિમ લેવાની તૈયારી કરતા હોવાના ચોકાવનારા પુરાવા મળી આવ્યા હતા. બંને આંતકીઓની 28 ફેબ્રુઆરીએ ધરપકડ થઇ હતી અને અદાલતે સજા પણ 28 ફેબ્રુઆરી એ જ ફટકારી છે.
સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે બંને આંતકવાદી સગા ભાઇઓને અનલોફુલ એકટીવીટી(પ્રિવેન્શન) એકટની વિવિધ કલમો અને જોગવાઇઓ હેઠળ તેઓને ગુનેગાર ઠરાવ્યા હતા અને તેઓને દસ- દસ વર્ષની સખત કેદ ફટકારી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યુ હતુ કે આરોપીઓ સામે રાષ્ટ્રવિરોધી આંતકવાદી પ્રવૃત્તિનો અને યુપીએ એકટ હેઠળનો ગંભીર પ્રકારનો કેસ પ્રથમદર્શનીય પુ2વા2 થાય છે.
તપાસનીશ એજન્સીએ રજૂ કરેલા નક્કર પુરાવા અને કેસની સંવેદનશીલ હકીકતોને ધ્યાનમાં લેતાં આવા રાષ્ટ્રવિરોધી આંતકવાદના ગુનાને સહેજપણ હળવાશથી લઈ શકાય નહીં સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકરાવી ન્યાયોચિત લેખાશે.ચકચારભર્યા આ કેસનો ટ્રાયલ ચલાવતાં એનઆઇએ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર મુકેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, સુપ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા મંદિર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોન વુલ્ફ એટેક કરવાનુ કાવતરૂં રચાયુ હોવા અંગેની મળેલી બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા રાજકોટ અને ભાવનગરમાં વોચ ગોઠવાઇ હતી. જે દરમ્યાન બંને આંતકવાદી સગા ભાઇઓ વસીમ આરીફ રામોડીયા અને નઈમ આરીફ રામોડીયા ઝડપાઇ ગયા હતા.
તેઓની પાસેથી એટીએસ દ્વારા બોમ્બ બનાવવાની સામગ્રી, કેટલાક આઇડી પ્રુફ 58 ગ્રામ ગન પાવડર, 10 સૂતળી બોમ્બ, ડાબિક મેગેઝીનનું ઉશ્કેરણી જનક સાહિત્ય, જેહાદ માટેનું સાહિત્ય, 127 મુફ્તી અબ્દુશ સમી કાસમીના ભાષણોની પીડીએફ ફાઇલો, મોબાઇલ ફોન, લેપટોપ, પેનડ્રાઇવ, ચહેરાના માસ્ક સહિતની બહુ સંવેદનશીલ અને વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવતાં તે જપ્ત કરાઇ હતી.
એનઆઇએની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, બંને આંતકવાદી ભાઇઓએ લોન વુલ્ફ એટેક કરવાની તાલીમ લેવા માટે સીરિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી એટીએસએ નઈમ અને વસીમ સાથે સંપર્ક ધરાવતા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના હેન્ડલરોના મેસેજ અને સોશ્યલ નેટવર્કીંગ સાઈટ ઉપર તેમના સ્ટેટ્સ ચેક કરતા તેઓ સીરિયા ખાતેના આઈએસઆઈએસના લીડરના સંપર્કમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો.