• ઝુલતા પૂલ માટેની સેફટી મોનીટરિંગ સિસ્ટમ વિકસાવતો પ્રોજેકટ બનાવી આઈ-ફેસ્ટ-2માં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો
  • ત્રણ વખત આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતાનું સન્માન પ્રાપ્ત કરનાર હેતલ વૈષ્ણવને મળ્યું લઘુગ્રહનું નામ ‘વૈષ્ણવ ગ્રહ’: અન્ય લઘુગ્રહોને પણ ધોળકિયા સ્કુલના બાળવૈજ્ઞાનિકોના નામ મળે તેવો સંકલ્પ
  • એક…બે…કે ત્રણ નહી પણ 24 વખત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર સમગ્ર ભારતની એકમાત્ર સ્કુલ બનતી ધોળકીયા સ્કુલ

કોઈપણ દેશનો વિકાસ તેના શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનોને આભારી હોય છે. આ વાતને ઘ્યાનમાં લઈ ભારતના માનનીય પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી સાયન્સ એન્ડ ટેકનોલોજીને સતત પ્રાધાન્ય આપે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વ લેવલે ભારતનું નામ ગુંજતું થાય તે માટે શાળા કક્ષાએથી જ તેની પ્રવૃત્તિઓને વિકસાવવામાં આવે તો વધુ સફળતા મળી શકે. આ અભિગમ સાથે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓને રાજકોટની ધોળકિયા સ્કૂલ વેગ આપી રહી છે.

ચાલુ વર્ષે ધોળકિયા સ્કૂલના વિજ્ઞાનમેળામાં ગુજરાતી માઘ્યમમાં ધો. 9 માં અભ્યાસ કરતા   રેખાબેન અને શૈલેષભાઈ સોજીત્રાની સુપુત્રી કુ. ધ્વનિ અને  નીતાબેન અને વિપુલભાઈ ખૂંટની સુપુત્રી કુ. સાક્ષીએ ઝૂલતા પુલની સેફટી માટે સેફટી મોનીટરિંગ સિસ્ટમ નો પ્રોજેક્ટ રજૂ કર્યો.

30 ઓક્ટોબર, 2022 ગોઝારા દિવસે 125 વર્ષથી પણ વધુ જૂનો મોરબીનો ઝૂલતો પુલ અકસ્માતે તુટી પડયો અને કેટકેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ દુ:ખદ ઘટનાથી દ્રવિત થવાની સાથે જ આ સમસ્યાના ઉકેલ માટે પ્રેરિત થયેલા ધોળકિયા સ્કૂલના બાળવૈજ્ઞાનિકો સોજીત્રા ધ્વનિ અને ખૂંટ સાક્ષીએ આ પુલ તુટી પડવાના કારણો જાણી તેની સલામતિ માટેના સાધનો ગોઠવ્યા જેથી આવો ઝૂલતો પુલ તુટી ના પડે. આ બાળ વૈજ્ઞાનિકોએ ઝૂલતા પુલનું પ્રોટોટાઈપ મોડલ તૈયાર કરી પ્રાયોગિક રીતે તેની સાથે વેઈટ બેલેન્સ તેમજ ડીજીટલ કાઉન્ટર સર્કિટ ગોઠવી.

જ્યારે કોઈપણ વ્યક્તિ બ્રીજ પર દાખલ થશે ત્યારે શાળા કક્ષાના 4 વિધાર્થીઓને વ્યક્તિની સંખ્યા તેમજ વજનની નોંધ થશે. તેમ જ બ્રીજ ઉપર સૈંશોધનક્ષેત્રે ’રિસર્ચ પેટન્ટ’ મળી રહેલા લોકોના કુલ વજનની અને કુલ સંખ્યાની પણ ગણતરી થશે અને બ્રીજની ક્ષમતા કરતા વજન વધશે અથવા માણસોની સંખ્યા વધશે ત્યારે તરત જ બ્રીજના ગેટ પારો રહેલું બેરીગેટ બંધ થશે તેમ જ એલર્ટ મેરોજ સ્વરૂપે સાયરન વાગશે. સાથે સાથે બ્રીજનું મેન્ટેનન્સ કરનાર ઓથોરિટીને મોબાઈલ મેસેજ મળશે. પરિણામે પુલ તુટવાથી થતી જાનહાની તેમજ પ્રોપર્ટીને થતું નુકસાન અટકાવી શકાય.

શાળા દ્વારા આ પ્રોજેક્ટ INSEF NATIONAL FAIR – 2024માં રજૂ કરવામાં આવ્યો અને નિણર્ણાયકો તેમજ વૈજ્ઞાનિકો દ્વારા ઝિણવટપૂર્વકની ચકાસણી બાદ તે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનમેળામાં રજૂ કરવા પસંદ થયો. ભારત દેશ વતી આંતરરાષ્ટ્રીયકક્ષાના વિજ્ઞાનમેળામાં રજૂ થવા પસંદગી પામતાની સાથે જ શાળાના શિક્ષકો, કોલેજના અને યુનિવર્સીટીના પ્રોફેસરો, વૈજ્ઞાનિકો અને સાયન્સ એક્સપર્ટ ટીમને આ પ્રોજેકટને વધુ સાયન્ટિફિક બનાવવા માટે ચેલેન્જ મળી.

શાળાના બાળવૈજ્ઞાનિકો કુ. સાક્ષી અને કુ. ધ્વનિએ ’ઝૂલતા પુલ’ની સેફટી માટે વિકસાવેલ ’સેફટી મોનિટરિંગ સિસ્ટમ’નું ટેસ્ટીંગ કરવા માટે ઝૂલતા પુલના પ્રોટોટાઈપ મોડેલની જરૂર પડી. આથી બંને દીકરીઓ સાથે તેમના ભાઈ ચિરાગભાઈ આ પ્રોજેકટ પર કામ કરવા લાગી પડયા. શાળાના વિજ્ઞાન શિક્ષકો તથા અન્ય સ્ટાફના માર્ગદર્શન સાથે તેઓએ પ્રોટોટાઈપ મોડલ બનાવવાની શરૂઆત કરી. આ માટે દર્શન યુનિવર્સીટીના વડા   ધમસાણીયા  ની નેશનલ લેવલે સાયન્સ ફેરમાં ધોળકિયા મંજૂરી તથા માર્ગદર્શન સાથે ત્યાંના સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરેલ ઝૂલતા પુલના પ્રોટોટાઈપ મોડલનો  અભ્યાસ કરવામાં આવ્યો.

INSEF NATIONAL FAIR – 2024માંથી શ્રેષ્ઠ પ્રોજકેટ તરીકે પસંદગી પામ્યા બાદ સમગ્ર આફ્રિકાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સાયન્સ ફેર I-FEST2 – 2024માટે ધોળકિયા સ્કૂલના બાળવૈજ્ઞાનિકો કુ. સોજીત્રા ઘ્વની અને કુ. ખૂંટ સાક્ષી પસંદગી પામ્યા ત્યારે સમગ્ર ધોળકિયા શાળા પરિવારમાં હર્ષોલ્લાસ છવાયો.

બન્ને દીકરીઓએ 19 માર્ચના રોજ આફ્રિકામાં ભારત દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે અને ભારતને ગૌરવ અપાવવા માટે રાજકોટથી વિજયકૂચ શરૂ કરી ત્યારે ધોળકિયા સ્કૂલના 18000 થી વધારે વિદ્યાર્થીઓ અને 1500 થી વધારે શિક્ષકમિત્રોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને બન્ને દીકરીઓને ગોલ્ડન તાજ પહેરાવી ’વિજયી ભવ’ ના આર્શીવાદ સાથે શુભેચ્છા પાઠવી હતી. શાળાના ટ્રસ્ટીશ્રી કૃષ્ણકાંતભાઈ તથા શ્રી જીતુભાઈ ધોળકિયાએ સતત 24 મી વખત વિશ્વવિજયી બનવા માટે આર્શિવાદ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા 23 વખત ધોળકિયા શાળાના બાળવૈજ્ઞાનિકો અમેરીકા અને અન્ય દેશોમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં એવોર્ડ મેળવી ચૂકયા છે.

ઈન્ડિયન ટીમ સાથે આ બન્ને દિકરીઓ કુ. ધ્વનિ અને કુ. સાક્ષી મુંબઈથી ટયુનિશિયા પહોંચ્યા ત્યારે ત્યાં I-FESTના ઓર્ગેનાઈઝેશન ટીમ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી તેઓને સ્પેશિયલ વ્હીકલ દ્વારા ઈન્ટરનેશનલ સાયન્સ ફેરના સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા તેમજ ટયુનિશિયા દેશના મહદીયા શહેરમાં આવેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાઈવ સ્ટાર હોટલ ’મહદીયા પેલેસ’ માં ઈન્ડિયન ડેલીગેઈટ્સ તરીકે સ્વાગત કરવામાં આવ્યું.

ટયુનિશિયા દેશના NORTH PALACE માં યોજાયેલ ભવ્ય આંતરરાષ્ટ્રીય સાયન્સ ફેર 1-FEST? 2024 માં ભાગ લેવા સમગ્ર વિશ્વમાંથી જાપાન, જર્મની, યુ.કે., સ્વીટઝર્લેન્ડ, યુ.એ.ઈ., ચાઈના, યુક્રેન, મેક્સીકો, ઈન્ડિયા, ટયુનિશિયા, બલગેરિયા, ઈન્ડોનેશિયા, હોંગકોંગ, જોર્જિયા, સાઉથ આફ્રિકા, મેક્સિકો, થાઈલેન્ડ જેવા 33 થી વધુ દેશોના 422 થી વધુ શ્રેષ્ઠતમ પ્રોજેકટસ્ સાથે 1000 થી પણ વધુ બાળવૈજ્ઞાનિકો પહોંચ્યા હતા. જેમાં ધો. 9 થી કોલેજ સુધીના બાળકો પોતપોતાના વૈજ્ઞાનિક સંશોધનો લઈને આવ્યા હતા.

સાયન્સ ફેરના ભવ્ય ઉદ્દઘાટન કાર્યક્રમ દરમિયાન MINSET AFRICA, BRISECC, INSEF જેવા વિવિધ દેશના સાયન્સ ફેર સાથે MOU થયા હતા. વિવિધ દેશના વિજ્ઞાનમેળાના ઓર્ગેનાઈઝર દ્વારા સાથે મળીને વિજ્ઞાન સંશોધનને વધુ મજબૂત બનાવવા તથા વિદ્યાર્થીઓમાં રહેલા વૈજ્ઞાનિક અભિગમને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડવા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનમેળાઓનું વધુ આયોજન થાય તે માટે MOU સાઈન થયા હતા. ત્યારબાદ સ વિવિધ દેશના બાળવૈજ્ઞાનિકો પોતાના રાષ્ટ્રધ્વજ સાથે ફલેગ હોસ્ટિંગ માટે સ્ટેજ ઉપર પહોંચ્યા. ભારત દેશ વતી ખૂંટ સાક્ષીએ ભારત દેશનો રાષ્ટ્રધ્વજ આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર લહેરાવ્યો ત્યારે સમગ્ર ભારતીય ટીમમાં હર્ષ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી.

ઇન્ટરનેશનલ મિડીયા દ્વારા ભારતીય બાળકોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં ઈન્ડિયન રિપ્રેઝન્ટેટીવ તરીકે સોજીત્રા ધ્વનિએ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળાની વ્યવસ્થા, તેના પ્રોજેકટની વિવિધતા વગેરે વિશે ચર્ચા કરેલ હતી.  સતત 24 મી વખત આંતરરષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મેળવવાની ધોળકિયા શાળાની પરંપરા જાળવવા સાથે વિશ્વસ્તરે ગોલ્ડ મેડલ જીતી ધોળકિયા સ્કૂલને વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાને મુકવા બદલ  કૃષ્ણકાંતભાઈ ધોળકિયા અને  જીતુભાઈ ધોળકિયા સાથે 200 થી વધારે ધોળકિયા શાળા પરિવારના સભ્યો તથા બંને દિકરીઓના પરિવારના સભ્યોએ વિજયનાદ, પુષ્પવર્ષા, પુષ્પમાળા અને દેશભક્તિના ગીતો દ્વારા બન્ને દીકરીઓનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. જેથી સમગ્ર રાજકોટ રેલ્વે સ્ટેશન એક વિજયી સ્થળમાં ફેરવાઈ ગયું હતું અને સમગ્ર ધોળકિયા શાળા પરિવારમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો.

2008 થી સતત દર વર્ષે ધોળકિયા સ્કૂલના બાળવૈજ્ઞાનિકો અમેરિકા, નેધરલેન્ડ, ટયુનિશીયા જેવા દેશોમાં યોજાતા આંતરરાષ્ટ્રીય સાયન્સ ફેરમાં ભાગ લઈ ભારતને ગૌરવ અપાવતા રહ્યા છે. અત્યાર સુધીમાં 23 વખત ધોળકિયા સ્કૂલના બાળવૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજકોટને-ગુજરાતને – ભારત દેશને ચમકાવ્યું છે અને આ વર્ષે 24 મી વખત બે બાળવૈજ્ઞાનિકો ’સોજીત્રા ધ્વનિ’ અને ’ખૂંટ સાક્ષી  આફ્રિકાના ટયુનીશિયા દેશમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ રેન્ક મેળવી ભારતદેશને ગૌરવ અપાવ્યું. ધોળકિયા સ્કૂલની આંતરરાષ્ટ્રીય વિજેતા બનવાની પરંપરા જાળવી રાખવા બદલ આ બન્ને દીકરીઓને સમગ્ર ધોળકિયા શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

ધોળકિયા સ્કુલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રી-આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી રહ્યા છે

  • અભય કોટેચા  -ઓકસફોર્ડ યુનિવર્સિટી- યુ.કે. (સિનીયર વૈજ્ઞાનિક)
  • હેતલ વૈષ્ણવ  -જર્મનીમાં વૈજ્ઞાનિક
  • રિધ્ધી દાસાણી -કેનેડા ખાતે સિનિયર ડેટા સાયન્ટિસ્ટ
  • સંગીન ભુંડીયા -ઓર્થો પર નેશનલ લેવલે સંસોધન
  • આયુષ પનારા -ફ્રાન્સ ખાતે વૈજ્ઞાનિક
  • નીલ મેનપરા  -ચંદ્રયાન -3 વૈજ્ઞાનિકોની ટીમના સભ્ય

સ્કુલની ભરપુર મદદથી પ્રોજેકટ રજુ કર્યો, ગોલ્ડ મેડલ હાંસલ કર્યો:  કુંજ સાક્ષી (વિદ્યાર્થીની)

પ્રોજેક્ટ રજૂ કરેલ છે તેમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. મોરબીનો જુલતો પુલ તહેવારના દિવસે દુર્ઘટના બની હતી. ઘણા લોકો ઘાયલ થયા, મૃત્યુ પામ્યા અને સ્વજનો ગુમાવ્યા. સ્કૂલમાં સાયન્સ ફેર હતો.સ્કૂલ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો હતો કે તમે પ્રોજેક્ટનો આઈડિયા રજૂ કરો. સૌથી પહેલા અમે અમારી સ્કૂલમાં જ પ્રેઝન્ટ કર્યો હતો પ્રોજેક્ટ. છ થી સાત મહિનામાં પ્રોજેક્ટ તૈયાર થયો. ઘણા બધા દેશના લોકો હતા તેમની સાથે વાતચીત કરી. શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો.

મોરબીમાં  જુલતો પુલ તૂટ્યો તેને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ બનાવ્યો: સોજીત્રા ધ્વનિ -વિદ્યાર્થીની

મોરબીમાં  જુલતો પુલ તૂટ્યો તેને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ બનાવ્યો હતો બ્રિજ તૂટવાના ઘણા બધા કારણો હતા જેમકે, વજન વધી જવો, લોકો વાઇબ્રેશન કે જંપ કરતા તેને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ બનાવેલ છે. સૌપ્રથમ સ્કૂલ લેવલે પ્રોજેક્ટ રજૂ કરેલ. ત્યારબાદ અમે પ્રોજેક્ટમાં આગળ વધતા ગયા. ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું. ખુશી તો ખૂબ જ છે અમને પણ ખબર ન હતી કે અમારો પ્રોજેક્ટ આટલો આગળ જશે. 32 દેશના લોકો હતા અને 140 પ્રોજેક્ટ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.