સતત ૧૩મી વખત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં વિજય પતાકા ફરકાવતા ધોળકિયા સ્કૂલના બાળવૈજ્ઞાનિકો: ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન આપી વિસ્તૃત માહિતી
શું?, કેવી રીતે? અને કેમ? આવા પાયાના સવાલો દ્વારા સંશોધનાત્મક વલણ કેળવાય છે અને આવું કાર્ય કરતી મારા ઘ્યાનમાં હોય એવી એક માત્ર શાળા છે. ધોળકીયા સ્કૂલ: હર્ષલ પુષ્કર્ણા
દર વર્ષે બોર્ડ પરિણામોમાં અગ્રેસર રહેતી રાજકોટની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ધોળકિયા સ્કૂલ્સ પોતાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સંશોધનો પ્રત્યે જાગૃતિ આવે, રુચિ કેળવાય, જિજ્ઞાસાવૃતિ વધે અને નાનપણથી જ વિદ્યાર્થીઓ સંશોધનાત્મક કાર્ય કરવા પ્રેરાય એ માટે સતત પ્રયત્નો કરી રહી છે. શાળાના સ્થાપનાકાળથી જ શહેરકક્ષાથી શ‚ કરી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની અનેક વૈજ્ઞાનિક પ્રવૃતિઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ આજે ૧૭ વર્ષના શાળાના ઈતિહાસમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને આપણા દેશ તેમજ સમગ્ર વિશ્ર્વ માટે ભાવિ વૈજ્ઞાનિકોની એક ટીમ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
૨૦૦૮માં શાળાની બે વિદ્યાર્થીનીઓએ વિશ્ર્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં ભારત દેશ વતી સમગ્ર ગુજરાત રાજયનું સૌપ્રથમ વખત પ્રતિનિધિત્વ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાની વિજ્ઞાન પ્રવૃતિમાં ડગ માંડયા ત્યારથી શ‚ કરીને તાજેતરમાં અમેરિકાના ન્યુયોર્ક ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનમેળા જીનીયસ ઓલમ્પીયાડ-૨૦૧૭માં સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરી ૧૩મી વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચવાનું બહુમાન ધોળકિયા સ્કૂલ્સને પ્રાપ્ત થયું.
તાજેતરમાં ૧૨ થી ૧૭ જુન-૨૦૧૭ દરમિયાન અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુયોર્ક ખાતે જીનીયસ ઈન્ટરનેશનલ ઓલમ્પીયાડ-૨૦૧૭ યોજાઈ ગયો. જેમાં અમેરીકાના વિવિધ રાજયો, બ્રાઝીલ, કેનેડા, નેધરલેન્ડ, યુ.કે., ઈન્ડોનેશિયા, શ્રીલંકા, મોઝામ્બીક, ટયુનીશીયા, તુર્કી, પાકિસ્તાન, કઝાકિસ્તાન અને ઈન્ડીયા જેવા વિશ્ર્વના ૭૩ દેશમાંથી સર્વશ્રેષ્ઠ ૭૯૧ સંશોધન પ્રોજેકટ સાથે ૧૨૭૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ વિજ્ઞાન મેળામાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે નેશનલ સાયન્સ ફેરમાંથી પસંદ થયેલા ધોળકિયા સ્કૂલના ધો.૧૦માં અભ્યાસ કરતા ગુજરાતી માધ્યમના બે વિદ્યાર્થીઓ જનક અને જેનીલની સાથે શાળાના ટ્રસ્ટી મિતુલભાઈ ધોળકિયા માર્ગદર્શક અને ટીમ લીડર તરીકે જોડાયા હતા.
આ વિજ્ઞાન મેળામાં જનક અને જેનીલે ‘અ નોવલ યુઝર ફ્રેન્ડલી સ્લાઈડીંગ એન્ડ મલ્ટીપલ રાઈટીંગ બોર્ડ ફોર કલાસ‚મ ટીચીંગ’નો પ્રોજેકટ રજુ કર્યો હતો. જે અંતર્ગત બન્ને બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ રાઈટીંગ બોર્ડ ફલેકસીબલ છે, વજનમાં હળવું છે, એક કરતા વધારે સપાટી ધરાવે છે. જેથી શિક્ષક એક જ સમયે વધુ લખાણ વિદ્યાર્થી સમક્ષ રજુ કરી શકે છે તથા એકને એક લખાણ વારંવાર લખવાની જ‚ર રહેતી નથી. આમ આ પ્રકારનું બોર્ડ સમય, શકિત, ચોક/માર્કરપેનનો બચાવ કરે છે. સાથે-સાથે શિક્ષક પોતાની જ‚રીયાત મુજબનું શૈક્ષણિક લખાણ વિદ્યાર્થીઓને બતાવી શકે છે.
સામાન્ય રીતે વર્ગખંડમાં રહેલ બ્લેક બોર્ડ/વ્હાઈટ બોર્ડ પર લખેલું લખાણ વર્ગના બધા જ સ્થાનેથી બધા જ વિદ્યાર્થીઓ સંપૂર્ણ વાંચી શકતા નથી. કારણકે, વર્ગખંડમાં રહેલ લાઈટ અથવા બારીમાંથી આવતા પ્રકાશનું રીફલેકશન થવાથી અમુક ભાગમાં લખાણ વાંચી શકાતું નથી. આ બાબતને પણ થિઓરીટીકલી અને પ્રેકટીકલી ચકાસણી કરી તેના નિવારણ માટે વિવિધ પ્રયોગો દ્વારા રાઈટીંગ બોર્ડને દિવાલ સાથે ૨૦ સે.ના ખુણે રાખવાથી આ સમસ્યા સંપૂર્ણપણે નિવારી શકાય છે તે બન્ને બાળકોએ સાબિત કરી બતાવ્યું. મિતુલભાઈ ધોળકિયાના માર્ગદર્શન નીચે આ બન્ને બાળકોએ જજ પાસે પોતાના પ્રોજેકટનું શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન આપ્યું. જેનાથી સમગ્ર વિજ્ઞાનમેળામાં આ બાળકો છવાઈ ગયા હતા.
આ સમગ્ર વિજ્ઞાનમેળામાં રીસર્ચ પ્રોજેકટને ચકાસવાનું અને ન્યાય આપવાનું કાર્ય આંતરરાષ્ટ્રીય કક્ષાની સંશોધન સંસના વૈજ્ઞાનિકો તેમજ યુનિવર્સિટીના તજજ્ઞ પ્રોફેસરોની બનેલી જજ પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. જનક અને જેનિલે તૈયાર કરેલા પ્રોજેકટ વિશે જજ પેનલના વિદ્વાનો દ્વારા પ્રશ્ર્નોતરી કરવામાં આવી હતી અને તેના આધારે આ પ્રોજેકટની વિશેષતા અને ઉપયોગિતાને ધ્યાનમાં લઈ સમગ્ર વિશ્ર્વમાં તેને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો હતો અને તેઓને બ્રોન્ઝ મેડલ એનાયત યો હતો સો સો એક-એક ટેબલેટનું ઈનામ પણ મળ્યું હતું. આ સો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતને ગૌરવ અપાવવાનો યશ ધોળકિયા સ્કૂલને પ્રાપ્ત યો.
વૈજ્ઞાનિક સંશોધનો માટે શાળા કક્ષાએ બાળકોને તૈયાર કરી તેઓને પ્રોત્સાહિત આપી, જ‚રી મદદ-સલાહ-માર્ગદર્શન પૂરું પાડી તેમનું કૌશલ્ય વિકસાવી, યોગ્ય પ્લેટફોર્મ આપી, તેઓને ઈન્ટરનેશનલ લેવલે પહોંચાડી તેઓની પ્રતિભાનો સમગ્ર વિશ્ર્વને પરિચય કરાવી, ભારત દેશને-ગુજરાતને અને સમગ્ર ગુજરાતીઓને ગૌરવ અપાવીને ધોળકિયા સ્કૂલે શિક્ષણ જગતમાં ગૌરવવંતુ સન પ્રાપ્ત કર્યું છે.
શાળાના બાળ વૈજ્ઞાનિકો દર વર્ષે નવીનતમ અને સમાજ ઉપયોગી સંશોધન કરતા રહે છે અને તેમના આ નવીનતમ વિચારો દર વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિકો દ્વારા સ્વિકારવામાં આવે છે સો તેને વિવિધ એવોર્ડી નવાજીત કરવામાં પણ આવે છે. શાળા સપનાી આજ સુધી દર વર્ષે શાળાના બાળ વૈજ્ઞાનિકો અનેક રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનમાં પોતાના પ્રોજેકટ રજૂ કરી ચૂકયા છે. અત્યાર સુધીમાં ૭૫ જેટલા પ્રોજેકટ સો આશરે ૧૬૦ જેટલા બાળ વૈજ્ઞાનિકો વિવિધ રાષ્ટ્રીય મેળામાં ભાગ લઈ શાળાનું-રાજકોટનું-ગુજરાતનું ગૌરવ વધારી ચૂકયા છે. આ બાળ વૈજ્ઞાનિકોને કૃષ્ણકાંતભાઈ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયા હરહંમેશા પ્રોત્સાહિત કરતા રહે છે. તા જે-તે વિષયના તજજ્ઞો પાસેી બાળકોને શ્રેષ્ઠ માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ કરતા રહે છે તેમજ આ સિદ્ધિ-સંશોધનની માવજત કરી તેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પુરું પાડી ભવિષ્યની વૈજ્ઞાનિકોની મોટી ફોજ તૈયાર કરી રહ્યાં છે.
તા.૧૫-૦૭-૨૦૧૫ના રોજ શાળાના વિજ્ઞાન મેળાી શ‚ કરેલી જનક અને જેનીલની વિજ્ઞાનયાત્રાએ-જિલ્લા-રાજય અને દેશના સિમાડા ઓળંગી આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળલામાં પહોંચી ભારતનો તિરંગો લહેરાવ્યો છે. આમ શાળા કક્ષાએ જીજ્ઞાશાવૃતિ વિકસાવી સંશોધન સ્વ‚પનું રોપવામાં આવેલું એક નાનકડું વિચારબીજ આજે સફળતાનું વૃંદાવન બન્યું છે. જેી શાળાના ટ્રસ્ટી શ્રી કૃષ્ણકાંતભાઈ અને જીતુભાઈ ધોળકિયા વર્ષાન્વીત બની ઉઠયા છે.
આંતરરાષ્ટ્રીય સાયન્સફેર “જીનીયસ ઓલમ્પીયાડમાં ર્ડ રેન્ક મેળવીને આવેલા ધોળકિયા સ્કૂલના બાળવૈજ્ઞાનિકો જનક પીપળિયા અને જેનીલ છત્રાળાને સન્માનિત કરવા માટે શાળામાં સન્માન સમારંભ યોજાઈ ગયો. જેમાં સૌરાષ્ટ્રના વિજ્ઞાનર્તી અને વિજ્ઞાન રસિક લોકો માટે પવિત્રધામ સમાન પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો.આર.જે.ભાયાણી ખાસ ઉપસ્તિ રહ્યાં હતા અને ધોળકિયા સ્કુલમાં વર્ષોી ચાલતી આ વિજ્ઞાન પ્રવૃતિને બિરદાવી હતી. તેમણે વિર્દ્યાીઓને મેડલ પહેરાવ્યા અને વાત કરતા જણાવ્યું હતું કે, વિર્દ્યાી કાળી જ વૈજ્ઞાનિક માનસ કેળવાય એ માટે દરેક શાળાએ આ પ્રકારના રિસર્ચ ફેરમાં ભાગ લેવો જોઈએ અને વિકાસશીલ ભારત માટે પોતાનું યોગદાન આપવં જોઈએ. ધોળકિયા અને સમગ્ર ધોળકિયા શાળા પરિવાર દ્વારા આ દિશામાં સતત સત્તર ર્વેી ચાલતા આ વિજ્ઞાનયજ્ઞને મારા સલામ છે. તેમજ તમારા વિજ્ઞાનયજ્ઞમાં લોક વિજ્ઞાન કેન્દ્ર મદદ માટે હંમેશા તૈયાર રહેશે. છેલ્લા નવ વર્ષી સતત તેર વખત વિવિધ પ્રકારના આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં ભારત-ગુજરાત અને સમગ્ર ગુજરાતીઓને ગૌરવ અપાવવા બદલ શાળાને મારા લાખ-લાખ અભિનંદન છે. તેમજ એ દરેક બાળ વૈજ્ઞાનિકોને અને યુવા વૈજ્ઞાનિકોને પણઅભિનંદન પાઠવું છું અને અપીલ કરું છું કે શાળા કક્ષાએ રોપાયેલા આ વિચાર બીજને સતત પોષણ આપી ભારત વિકાસમાં સહભાગી બને.
વિજ્ઞાન પ્રચાર પ્રસાર અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે ગુજરાતી ભાષાના સામાયિકોમાં સર્વશ્રેષ્ઠ સન ધરાવતા અને “બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન એવા “સફારીના સંપાદક શ્રી હર્ષલ પુષ્કર્ણા પણ ધોળકિયા સ્કૂલના આ બાળ વૈજ્ઞાનિકોને સન્માનિત કરવા માટે ખાસ ઉપસ્તિ રહ્યાં હતા અને બાળકોની સિદ્ધિ અને તેમના કાર્યોને જાણ્યા બાદ અને અભિનંદન પાઠવ્યા હતા. સો જણાવ્યું હતું કે કોઈપણ ઘટનાને જુદી રીતે વિચારવાતી વૈજ્ઞાનિક માનસ કેળવાય છે.
તેમણે સર આઇજેક ન્યુટનના ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે ઝાડ પરથી પડેલું સફરજન ખાઇ જવાને બદલે નીચે કેમ પડયું તેવો સવાલ મનમાં વિચાર્યો અને એ વિચારના આધારે ગુ‚ત્વાકર્ષણના નિયમો આપ્યા. એ જ રીતે સર આલ્બર્ટ આઇન્સ્ટાઇનને તેમના શિક્ષકોને નબળો વિઘાર્થી સમજી શાળામાંથી કાઢી મુકયા હતા અને વાતને એમની માતાએ નજર અંદાજ કરી અને સતત પ્રોત્સાહીત કર્યા ત્યારે આજે દુનિયાને તેમણે થીયરી ઓફ રીલેટીવીટીની શોધ આપી. આમ હકારાત્મક વિચારોને પ્રોત્સાહન અને નકારાત્મક વિચારોને નજર અંદાજ કરવાથી સફળતા મેળવી શકાય છે. જ‚ર છે માત્ર ત્રણ સવાલો પુછવાની કોઇ પણ ઘટના વખતે શું ? કેમ ? અને કેવી રીતે ? કોઇપણ ઘટના વખતે આવા પાયાના ત્રણ સવાલો વિચારીને એ દિશામાં સમસ્યાનું મૂલ્યાંકન કરવાથી સંશોધનાત્મક વલણ કેળવાય છે. આવું કાર્ય શાળા અભ્યાસકાળ દરમીયાન થાય તો ભાવિ ભારત વિકાસની હરણફાળ ભરી શકે. માટે શાળાકાળ દરમિયાન આવા કાર્યો કરતા રહેવું જોઇએ. અત્યાર સુધીમાં મારા ઘ્યાનમાં આવું કાર્ય કરતી કોઇ શાળા હોય તો તે એક માત્ર રાજકોટની ધોળકીયા સ્કૂલ છે. તેમના આ કાર્ય બદલ શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિઘાર્થીઓ અને તેમના માતા-પિતાને મારા લાખ લાખ વંદન છે. વર્ષ ૨૦૦૮ થી સતત ૧૩ વખત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનમેળામાં ગુજરાતીઓને ગૌરવવંતુ સ્થાન અપાવી ધોળકીયા શાળાના બાળકોએ રેકોર્ડ સર્જયો છે. તેમ અબતકની મુલાકાત દરમીયાન કૃષ્ણકાંતભાઇ ધોળકીયાએ જણાવ્યું છે.