રાજકોટ અને યુપીના શખ્સની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે કુલ.રૂ 5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે થર્ટી ફર્સ્ટ ની ઉજવણીમાં દારૂની રેલમ છેલમ કરાવવા માટે બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા છે પોલીસ તેમને પકડી ના શકે તેના માટે નવા કીમિયા અપનાવી રહ્યા છે ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે લાલ પરી નદીના બ્રિજ નજીક એક આઇસર પકડી પાડ્યું હતું જેમાં શાકભાજીની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. પોલીસે રેડ કરી રાજકોટ અને યુપીના સેક્સોની ધરપકડ દારૂની 2064 બોટલો મળી કુલ રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વાય.બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે. ડી.પટેલ,હેડ.કોન્સ. રણજીત સિંહ પઢારિયા, વિજયસિંહ જાડેજા,કુલદીપસિંહ સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી આધારે રાજકોટ મોરબી હાઇવે પર લાલપરી નદીના બ્રિજ પર એક આઇસરમાં શાકભાજીની આડમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂની 264 બોટલો કબજે કરી બુટલેગર હજરતઅલી ઉર્ફે લાલો ઇકબાલ શેખ રહે.બાલાજી હોલ,રાજકોટ અને સુભાનઅલી સાબિરઅલી શેખ રહે.યુપી ની ધરપકડ કરી છે.આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આઇસર, દારૂની બોટલો અને મોબાઈલ મળી કુલ.રૂ.5,16,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.જ્યારે ફ બૂટલેગરો દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે.