રૂ.૮૭ લાખની લેતી દેતીના પ્રશ્ર્ને બંને ઉઘોગપતિના અપહરણ કરી મિલકત લખાવી લીધી
વાંકોનરના ઢુવા નજીક અમદાવાદના એક મોરબીના એક સિરામીક ઉઘોગકારોનું કોલીાનસ ૮૭ લાખની ઉઘરાણી મુદ્દે સોમવાર મોડી રાત્રે કેટલાક શખ્સો કારમાં અપહરણ કરી લઇ ગયા હતા. આ ઘટનામાં યુવકે મોડી રાત્રે એલસીબી કચેરીએ આવતા એલસીબી એકશનમાં આવી હતી. ગણતરીના કલાકમાં છ આરોપીને ભડીયાદ નજીક આવેલા કોલસાના કારખાનામાંથી ઝડપી અને વેપારીને મુકત કરાવ્યા હતા. બનાવ અંગે પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
અમદાવાદના સાયન્સ સીટી નજીક રહેતા મુળ ચકમપરના રહેવાસી અમિતભાઇ ધરમશીભાઇ કાલરીયા નામના યુવાને લોરેન્ટ સિરામીકના એકમમાં કોલસાની લાંબા સમયથી ખરીદી કરતાં હતા. જો કે કોઇ કારણસર ફેકટરી બંધ થઇ જતા કોલસાના બે વેપારીના અંદાજે રૂ ૮૭ લાખ આપવાના થતા હતા.
કેટલાક સમયથી રૂપિયાની ચુકવણું ન થતા મોડી રાત્રે આ મુદ્દે ચર્ચા કરવા વાંકાનેરના ઢુવા પાસે આવેલી ભવાની હોટેલ પાસે ભેગા થયા હતા. જો કે વાત વણસતા જીજે ૧ એ.એન. ૬૪૪૪ નંબરની કારમાં આવેલા બાલુ થોભણ અધારા અને રાજુ પ્રાણજીવન ઠકકર કોલસાના રૂપિયા મુદ્દે અમિતને ધમકાવી માર માર્યો હતો. કારમાં અપહરણ કરી ભડીયાદ રોડ પર આવેલી ગણેશ કોલ નામની ફેકટરીમાં લાવ્યા હતા અને ૧૦૦ રૂ ના સ્ટેમ્પ પર અમિતની મિલ્કત બળજબરીથી પડાવી લેવા સહીઓ કરાવી હતી. જો કે આ દરમિયાન અમિતભાઇનો કૌટુંબિક ભાઇ એલસીબી કચેરીએ આવી પહોચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરતા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ વ્યાસ અને સ્ટાફ તુરંત દોડી જઇ અમિતભાઇને છોડાવ્યા હતા.
પોલીસે આરોપી બાલુ થોભણ અઘારા રહે. રવાપર રોડ મોરબી, રાજુ પ્રાણજીવન ઠકકર હાઉસીંગ બોર્ડ મોરબી, ભાવેશ ધરમશી માકાસણા રહે. ધરમપુર મોરબી, પ્રવીણ માવજી ઘોડાસરા ઉમા ટાઉનશીપ, અમીષ ત્રિભોવન ઘોડાસરા ગોપાલ સોસાયટી મોરબી, અમી ઇશ્ર્વર ચાડમિયાને ઝડપી લીધા હતા અને તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.