દારૂના નશામાં મકાનની બારીમાંથી ડોકયા કરતા ભાઇને ટપારતા બહેનને મોતને ઘાટ ઉતારી દીધી
રાજકોટ-ગોંડલ હાઇવે પર શાપર ઇન્ડસ્ટ્રીય ઝોનમાં દારૂના નશામાં બે ભાઇએ ધર્મની માનેલી બહેનને પાઇપ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસમાં નોંધાતા પોલીસે ઉતરપ્રદેશના બંને શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ બિહારની વતની અને શાપરમાં ઓટો મેન્સન પાસે રહેતી સબનમકુમારી સંતોષ ચૌહાણ નામની 30 વર્ષની પરિણીતાને તેના પાડોશમાં રહેતા ઉત્તર પ્રદેશના વતની શંભુસીંગ અને સોનુસીંગ નામના શખ્સોએ પાઇપથી માર મારતા ગંભીર રીતે ઘવાયેલી સબનમ ચૌહાણનું સારવાર દરમિયાન અહીંની હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.
સબનમ ચૌહાણ ગઇકાલે પોતાના ઘરે હતી ત્યારે દારૂનો નશો કરેલી હાલતમાં શંભુસીંગ અને સોનુસીંગ બારીમાંથી ડોકીયા કરતા હોવાથી સબનમ ચૌહાણ મકાનની બહાર આવતા બંને શખ્સોએ વાળ પકડી પાઇપથી માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે યુ.પી.ના બને શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. મૃતક સબનમ ચૌહાણને બે પુત્રી અને એક પુત્ર હોવાનું અને પતિ સંતોષ કારખાનામાં મજુરી કામ કરતો હોવાનું જાણવા મળે છે.