મોરબીના વાવડી રોડ પર આઈટેન કારમાં બે બોટલ દારૂ સાથે જઇ રહેલા બે શખ્સોને પોલીસે પકડી પાડી રૂ. ૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બનાવ સંદર્ભે ફરિયાદ દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ પર રૂ.૬૦૦ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ સાથે નિલેષભાઇ ગીરીશભાઇ કારીયા ઉ.વ.૨૮ રહે.શનાળા રોડ, ગુ.જરાત હાઉસિગ બોર્ડ એમ.-૫૮ બ્લોક નં.૩૨૭ અને રવિભાઇ રાજેશભાઇ કોટેચા ઉ.વ.૨૮ રહે.કન્યા છાત્રાલય રોડ વિઠલનગર વાળાને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડી આઇટેન કાર નં. જી.જે.૩૬-બી.-૬૫૩૦ મળી કુલ રૂ. ૨,૦૦,૬૦૦નો મુફમાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com