બે માસથી ચાલતા કૂટણખાનામાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કર્યો પર્દાફાશ
રાજકોટમાં પોસ વિસ્તાર સમાન ગણતા સ્પાની આડમાં બિગ બજાર પાછળ, મારૂતિ ચોકમાં આવેલા ઝારા સ્પા નામના સેન્ટરમાં ગોરખધંધા ચાલતા હોવાની સ્પે.ઓપરેશન ગ્રૂપને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાનું જણાતા એસઓજીની ટીમે દરોડો પાડી બે સંચાલકોની ધરપકડ કરી છે.
વિગતો મુજબ રાજકોટમાં રોડ-શો ફૂટ રીંગ રોડ પર આવેલ મારુતિ ચોકમાં આવેલા ઝારા સ્પામાં પોલીસે દરોડો પાડયો હતો જેમાં દરોડા દરમિયાન મળી આવેલી મહિલાઓમાં ત્રણ રાજકોટની અને એક બંગાળની હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સ્પાના બંને સંચાલક મૂળ વીંછિયા પંથકના અને હાલ જામનગર રોડ, નાગેશ્વરમાં રહેતા અજય વાલજી બાવળિયા અને રાહુલ સુરેશ બાવળિયા હોવાનું જાણવા મળ્યું છે.બંનેની વિશેષ પૂછપરછ કરતા તેઓ છેલ્લા અઢી મહિનાથી સ્પાની આડમાં ગોરખધંધા ચલાવતા હોવાનું અને સ્પાની સાથે મોજમજા કરવા આવતા ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયા વસૂલતા હતા. જેમાંથી એક હજાર મહિલાને આપતા હોવાની કેફિયત આપી છે. એસઓજીએ બંને સ્પાના સંચાલક અને ચારેય મહિલાને તાલુકા પોલીસ હવાલે કરી છે. તાલુકા પોલીસે ચારેય મહિલાના નિવેદનો નોંધવાની કાર્યવાહી કરી છે.
ભાવનગર રોડ પર બિભસ્ત ઈશારા કરતી ત્રણ મહિલા ઝડપાઇ
રાજકોટ શહેરમાં આવેલા ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ભાવનગર રોડ પર રસ્તામાં નીકળતા લોકોને બિભસ્ત ચેનચાળા કરી ઇશારા કરતી માયા રમેશ પઢીયાર, શમાબેં ઉર્ફે કાંચી પઠાણ અને કાજલ રમેશ કડિયા નામની ત્રણ મહિલાની ધરપકડ કરી તેના વિરુધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.