ગંજીવાડા અને ચુનારાવાડમાં દરોડા: રિક્ષા સહિત રૂ.૮૮ હજારનો મુદામાલ કબ્જે
શહેરના ગંજીવાડા અને ચુનારાવાડ વિસ્તારમાં થોરાળા પોલીસે વિદેશી દારૂ અંગે દરોડા પાડી રૂ.૪૮,૩૦૦ની કિંમતની ૧૪૩ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી રિક્ષા કબ્જે કબ્જે કરી છે. દરોડા દરમિયાન મહિલા બુટલેગર ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગંજીવાડામાં રહેતા મુકેશ સામત સાબરીયા નામના કોળી શખ્સને થોરાળા પોલીસે ગંજીવાડામાંથી રૂ.૪૩ હજારની કિંમતની ૧૦૧ બોટલ વિદેશી દારૂ સાથે ધરપકડ કરી છે.
જ્યારે ચુનારાવાડમાં રહેતાપરાગ વિજય બાવળીયા અને નિતાબેન લીલાભાઇ ટાંક જી.જે.૩એયુ. ૧૨૦૦ નંબરની સીએનજી રિક્ષામાં વિદેશી દારૂની ડીલીવરી કરવા નીકળ્યા હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસ મથકના પી.આઇ. બી.પી.સોનારા, પી.એસ.આઇ. આર.એમ.કોટવાલ, એએસઆઇ ડી.કે.ડાંગર, વિજયભાઇ મકવાણા અને રોહિત કછોટ સહિતના સ્ટાફે ચુનારાવાડમાં દરોડો પાડી રૂ.૫,૩૦૦ની કિંમતની ૪૨ બોટલ વિદેશી દારૂ સાથે પરાગ બાવળીયાની ધરપકડ કરી રૂ.૪૦ હજારની કિંમતની રિક્ષા કબ્જે કરી છે. દરોડા દરમિયાન નિતાબેન ટાંક ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે.