કર્નલ જે. ડબલ્યુ વોટસન નું કાઠીઓનો ઇતિહાસ લખતા લખતા જ મૃત્યુ થયું હતું,જે પુસ્તકને બે ભાષા મા ડો.. પ્રદ્યુમન ખાચરે સાંપાદિત કર્યું ,જેનું આજે ચોટીલા ખાતે પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો હતો.

કેટલાક અંગ્રેજ અધિકારીઓ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના ક્ષેત્રમાં રસ ધરાવીને લેખન અને સંશોધનના ક્ષેત્રમાં ઝંપલાવ્યુ હતું અને ઉત્તમ કાર્ય કર્યું હતું આવાજ જ એક ઈતિહાસ પ્રેમી અધિકારી રાજકોટના પોલિટિકલ એજન્ટ કર્નલ જે. ડબલ્યુ વોટસન હતા જેમણે કાઠીયાવાડનો પ્રથમ કહી શકાય એવો ઇતિહાસ ગ્રંથ કાઠિયાવાડ સર્વસંગ્રહ ઈ. સ. ૧૮૮૪ મા પ્રગટ કર્યો હતો.કર્નલ જે ડબલ્યુ વોટસન સોળ વર્ષની ઉંમરે ભારતમાં આવેલ અને તેમણે પૂના, મુંબઇ, કોલાપુર ,ભાવનગર અને છેલ્લે રાજકોટ ખાતે નોકરી કરી હતી જેમણે ૩૫ વર્ષ ભારતમાં રહીને સેવા કરીને એકાવન વર્ષની નાની ઉંમરે ઈ. સ. ૧૮૮૯ માં તેમણે અચાનક જ વિદાય લીધી આ સમયે જૂનાગઢના વલ્લભજી આચાર્યએ વોટસન વિયોગ લખીને કરૂણ શ્રદ્ધાંજલિ આપી હતી પરંતુ વોટસન ના કેટલાક સદકાર્યો અધુરા રહ્યા હતા કાઠીયાવાડના એ સમયના રાજવીઓએ તેમની સ્મૃતિમાં રાજકોટમાં મ્યુઝિયમનું નામ આપ્યું વોટસન મ્યુઝિયમ જેનું એક અધૂરું કાર્ય હતું તેમણે કાઠીઓના ઇતિહાસ માટે સંશોધન કરી બારોટી સાહિત્યનો અભ્યાસ કરી મેળવીને તટસ્થતા પૂર્વક કાઠીઓનો ઇતિહાસ લખ્યો હતો પરંતુ તે હસ્તપ્રત એમનું અકાળે અવસાન થવાથી આજ સુધી એમને એમ છપાયા વિના પડી રહી હતી અને સદભાગ્યે બગસરા દરબાર મેરામણ વાળાએ તેને જીવની જેમ સાચવી રાખી હતી તે મૂળ હસ્તપ્રત મા તમામ પ્રકારની સૂઝબૂઝ વાપરી સંશોધિત કરીને ઇતિહાસકાર ડોક્ટર પ્રદ્યુમન ખાચરે કાઠી દરબારોના સહયોગથી સંપાદિત કરી આજે અંગ્રેજી અને ગુજરાતીમાં બે ભાષામાં આ પુસ્તક સંપાદિત કરવામાં આવ્યા હતા.વોટસનના અધૂરા કાર્યને પૂર્ણ કરવાનો યશ ડો. ખાચર અને કાઠી સમાજના દાતાઓ ને ફાળે જાય છે આ બંને પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આ બંને ગ્રંથોનું લોકાર્પણ ઇન્ડિયા ટુ ડે મેગેઝીનના  ઉપતંત્રી ઉદયસિંહ માહુરકરના હસ્તે કરવામાં આવ્યુ હતું.આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજીમાં એમ બે ભાષામાં તૈયાર કરવામાં આવ્યા છે.

પુસ્તક ખુદ કર્નલ વોટસનને અને દરબાર મેં રામવાળા બગસરા અને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાઠિયાવાડ ના રાજ પરિવારના અનેક મહાનુભાવો અને કાઠી સમાજના મોભીઓ તથા દાતાઓ તથા ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રેમી લોકો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.