૨૫ જુલાઈએ ચૂંટણી લોહીયાળ બનાવવા આતંકીઓ મેદાને: સ્યુસાઈડ બોમ્બરે ઘટનાને અંજામ આપ્યો: ઈસ્લામીક સ્ટેટ ટેસ્ટ ગ્રુપે હુમલાની જવાબદારી લીધી

આગામી ૨૫મી જુલાઈએ પાકિસ્તાનની સામાન્ય ચુંટણી યોજાય તે પૂર્વે જ ગઈકાલે પાકિસ્તાનના ખૈબર પ્રસ્તુનવા પ્રાંતમાં આતંકવાદીઓએ બે બોમ્બ વિસ્ફોટને અંજામ આપતા ૧૩૩ લોકોના મોત નિપજયા હતા જયારે ૨૦૦ લોકોને ગંભીર ઈજા પહોંચતા પાકિસ્તાનની ચુંટણી લોહીયાળ બની છે.

પાકિસ્તાનની સામાન્ય ચુંટણીને લોહીયાળ બનાવવા જુદા-જુદા ત્રાસવાદી સંગઠનો દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. જેમાં ગઈકાલે પાકિસ્તાનનાં ખૈબર પસ્તુનવા પ્રાંતમાં બલુચિસ્તાન અવામી પાર્ટી દ્વારા યોજવામાં આવેલી ચુંટણી રેલીને નિશાન બનાવી આતંકવાદીઓએ અહીંથી ચુંટણી લડી રહેલા પાર્ટીના નેતા સીરાજ રૈસાનીને ટારગેટ બનાવી સ્યુસાઈડ બોમ્બ મારફતે હુમલો કરતા ૧૩૩ લોકોના મોત નિપજયા હતા અને કમ સે કમ ૨૦૦ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

આ આત્મઘાતી હુમલામાં બલુચિસ્તાન અવામી પાર્ટીનાં ઉમેદવાર અને બલુચિસ્તાનનાં પૂર્વ મુખ્યમંત્રી નવાબ અસલમ રૈસાનીનાં ભાઈ એવા ઉમેદવાર સીરાજ રૈઆ ઈજાગ્રસ્ત બન્યા હતા અને પાકિસ્તાન પોલીસના સતાવાર સુત્રોએ તેમનું મૃત્યુ નિપજયું હોવાનું સતાવાર રીતે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ હિંચકારા હુમલાની જવાબદારી પાકિસ્તાનનાં ઈસ્લામીક સ્ટેટ આતંકવાદી જુથે સ્વિકારી અમાક ન્યુઝ એજન્સી મારફતે ચુંટણીને લોહીયાળ બનાવવાનો મનસુબો જાહેર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.