મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા કરાઇ કાર્યવાહી: ગાંધીનગરથી ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ પણ મયુરનગર ગામે પહોંચી
હળવદની બ્રાહ્મણી નદી માંથી રેતી ચોરી કરતા તત્વો સામે જિલ્લા ખાણ ખનીજ દ્વારા લાલા કરવામાં આવી છે અને તાલુકાના મયુરનગર ગામે રેતી ચોરી કરતા ૨ હોડકા ઝડપી લઇ તેને સીઝ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે જ ગાંધીનગરથી ફ્લાઇંગ સ્ક્વોડ ની ટીમ પણ હળવદ પહોંચી છે
જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી બ્રાહ્મણી નદી માં અનેકવાર તંત્ર દ્વારા રેતી ચોરી પર દરોડા પાડવામાં આવ્યા છે તેમ છતાં પણ રેતી ચોરી કરતાં રેત માફિયા ઓ રેતી ચોરી કરવાનું ભૂલ્યા નથી હાલ તો ચોમાસાને કારણે બ્રાહ્મણી નદીમાં પાણીની ભારે આવક ને કારણે નદીમાં પાણી ભરાઈ જતાં રેતી ચોરો નદીમાં હોડકા મૂકી રેતી ચોરીને અંજામ આપી રહ્યા હતા
જેથી આ અંગેની જાણ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી યુ.કે સિંઘને થતાં તેઓના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગના ભરતભાઇ ચૌધરી,અંકુરભાઇ આહીર, દીક્ષિત ભાઈ પટેલ, સાહિલ ભાઈ પટેલ સહિતનાઓ દ્વારા આજે હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ બ્રાહ્મણી નદી કાંઠે રેતી ચોરી માટે મુકેલા બે હોડકા ને ઝડપી લીધા હતા ઝડપાયેલ બને હોડકાને હાલ તો ખાણ ખનીજની ટીમ દ્વારા સીઝ કરી હળવદ પોલીસ મથકે લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે સાથે જ ગાંધીનગરથી ફ્લાઇંગ સ્ક્વોડ ની હળવદ ખાતે દોડી આવી છે
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ જીલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા નદીમાં રેતી ચોરી કરતા બંને હોડકા ને ઝડપી લઇ હાલ તો તપાસ કરી રહી છે કે આ હોડકા કોના છે.? અને કેટલા સમયથી બ્રાહ્મણી નદી માં રેતી ચોરી માટે મુક્ય હતા? તેમ સહિતની તપાસ હાથ ધરાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે