મોરબી વાંકાનેર હાઇવે અને બેલા-પીપળી રોડ પર અકસ્માતની બે ઘટનામાં બે યુવાનના મોત

મોરબી તાલુકામાં ગઈકાલે રાત્રે અકસ્માતની બે અલગ અલગ ઘટના માં ટ્રક અને સ્વિફ્ટ કારના ચાલકે મોટરસાયકલને અડફેટ લઇ અકસ્માત સર્જતાં બે યુવાનોના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ મથકે થી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે મોરબીના બેલા પીપળી રોડ પર જી.જે.૧૨ ઝેડ -૦૯૭૮ ના ચાલકે પોતાનો ટ્રક માનવ જિંદગી જોખમાય તે રીતે બેફિકરાઈ થી ગફલત ભરી રીતે ચલાવી જી.જે.-૦૩ સીપી ૦૬૫૬ ના ચાલક મનોજભાઈ ગામી ને હડફેટલાઈ ગંભીર ઇજા પહોંચાડતા મનોજભાઈ નું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે વીરેન્દ્ર ઉર્ફે અપ્પુ શાંતિલાલ ગામી, રે. રવાપર રોડ મોરબીની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ટ્રક મૂકી નાસી જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા મહિલા પીએસઆઇ કે.જે.નડાફે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં રફાળેશ્વર શિવ મંદિર પાસે રહેતા માવજીભાઈ પાલાભાઈ ગામોટ અને હરદેવભાઈ દેવજીભાઈ ગામોટ હાઇવે પર જતા હતા ત્યારે સ્વિફ્ટ કાર નમ્બર જીજે ૩૬ -૦૪૩૧ના ચાલકે તેઓના મોટરસાયકલ નમ્બર જીજે-૦૩ એલએલ ૫૫૪૦ ને સર્વિસ રોડ પર અડફેટ લેતા મૂળ સુઇગામ જિલ્લો બનાસકાંઠાના હરદેવભાઈ દેવજીભાઈ ગામોટનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના મામલે માવજીભાઈ પાલભાઈ ગામોટની ફરિયાદના આધારે તાલુકા પોલીસે સ્વિફ્ટકાર ના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે આ મામલે જમાદાર કે.એ.ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.