દાગીના બનાવાના બહાને કારીગરો 234 ગ્રામ સોનું લઈને કળા કરી જતા નોંધાતો ગુનો
શહેરમાં દીન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક વાર સોની વેપારીનું સોનું તેના કારીગરો લઈને ફરાર થઈ જતાં હોય છે.ત્યારે ગઈકાલે વધુ એક ઘટના સામે આવી છે.જેમાં ભાવનગર રોડ પર પાંજરાપોળ પાસે શક્તિ સોસાયટીમાં રહેતા અને સોનીબજારમાં રવિરત્ન કોમ્પલેક્ષમાં દુકાન નં. 115માં આર.આર. જ્વેલર્સ નામે દુકાન ધરાવી સોનાનું ઘાટ કામ કરતા મૂળ પં.બંગાળના વેપારીને ત્યાં દુકાનમાં કામ કરતા બે કારીગરો 13 લાખની કિંમતનું 234 ગામ સોનુ લઈ ફરાર થઈ જતાં તેને એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
વિગતો મુજબ દિલીપભાઈ રામચંદ્ર માજી (ઉં.વ.49) એ એ આરોપીમાં તેને ત્યાં કામ વર્ષોથી કામ કરતા શ્રીમંત મોહન બાગ અને અસ્ટમ સ્વદેશ બાગ સામે એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.જેમાં તેને જણાવ્યું કે,દુકાન નં.114માં તે ઘાટકામ કરે છે અને દુકાન નં.115માં કારીગરો સોનીકામ કરે છે. આરોપી શ્રીમંત દ22ોજ કામ કરીને દુકાન બંધ કરીને ઘરે જતો હોય સવારે આવીને તે દુકાન ખોલતો હતો.
ગઈ તા.18ના રાત્રે તે ઘરે ગયા હતા. તેને વેપારીને બે સોનાના સેટ આપવાના હોય બીજા દિવસે તા.11ના સવારે દુકાને જતા આરોપી શ્રીમંત આવ્યો ન હતો. તેને ફોન કરતા સ્વીચ ઓફ આવતો હોય બીજા આરોપી અસ્ટમને ફોન કરતા તેનો પણ બંધ આવતો હતો. આથી તેણે તેની દુકાનમાં જોતા શ્રીમંત રૂા.9.18 લાખનું અને અસ્ટમ રૂા. 4.16 લાખનું સોનુ મળી કુલ રૂા.13.79 લાખનું 234 ગ્રામ સોનુ લઈ ફરાર થઈ ગયાનું જાણવા મળતા બન્ને સામે ફરીયાદ નોંધાવી હતી.