જંગલેશ્ર્વરમાં દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
શહેર પોલીસ દ્વારા બે સ્થળે વિદેશી દારૂના દરોડા પાડયા જેમાં કોઠારીયા રોડ પર આવેલ આંબેડકર ભવન બિલ્ડીંગમાં અને જંગલેશ્ર્વરના બુઘ્ધનગરમાં દરોડા પાડી ૪૨૬ બોટલ દા‚ મળી ‚રૂ.૧.૪૮ લાખનો મુદામાલ કબજે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કોઠારીયા રોડ પર આવેલા આંબેડકર ગેઈટ પાસે આંબેડકર ભવનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે આંબેડકર ભવનમાં દરોડો પાડી ‚રૂ.૧.૨૬ લાખની કિંમતનો ૪૨૦ બોટલ દારૂ, બે મોબાઈલ અને રોકડ મળી ‚રૂ.૧.૪૬ લાખનો મુદામાલ કબજે કરી મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતો સંજય ઉર્ફે શૈલેષ ગોવિંદ સિંઘવ અને જંગલેશ્ર્વરમાં રહેતો સોમદેવ પ્રમોદકુમાર ઠાકુર નામના બંને શખ્સોની ધરપકડ કરી હતી.
આ દરોડાની કામગીરીમાં પી.આઈ એચ.એન.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ મહાવીરસિંહ બી.રાણા, પીસીબી પીએસઆઈ વી.જે.જાડેજા, એ.એસ.આઈ જયદિપસિંહ રાણા, પ્રતાપસિંહ, યોગેન્દ્રસિંહ, હરદેવસિંહ જાડેજા, અમીતભાઈ વગેરે રોકાયા હતા.
જયારે બીજો દરોડો જંગલેશ્ર્વર મેઈન રોડ પર આવેલા બુઘ્ધનગરમાં ભકિતનગર પોલીસે દરોડો પાડી ‚રૂ.૨૪૦૦ની કિંમતની વિદેશી દા‚ની ૬ બોટલ સાથે ઈમરાન ઉર્ફે ઈમુ ઉર્ફે ટીકડો અસીમભાઈ ઉમરેટીડા નામના બુટલેગરની ધરપકડ કરી છે.