કુદરતી વાતાવરણમાં ચારેય બાળ સફેદ વાઘ માતા સાથે ખેલકુદ કરતાં મુલાકાતીઓ અભિભૂત
મહાપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ગાયત્રી નામની સફેદ વાઘણે એપ્રિલ માસમાં ૪ બચ્ચાને જન્મ આપ્યો હતો. સાડા ત્રણ મહિના બાદ આ ચારેય સફેદ વાઘને સહેલાણીઓ માટે પ્રદર્શિત કરી દેવામાં આવ્યા છે. અઢળક કુદરતી વાતાવરણમાં હાલ ચારેય બચ્ચાઓ જે રીતે ખેલ-કુદ કરી રહ્યા છે તેનાથી મુલાકાતીઓ ખુબ જ અભિભૂત અને પ્રભાવિત થઈ રહ્યા છે.
પ્રદ્યુમનપાર્ક ઝુ ખાતે બીજી એપ્રિલનાં રોજ વહેલી સવારે સફેદ વાઘણ ગાયત્રીએ સફેદ વાઘ નર દિવાકર સોના સંવનની ચાર સફેદ વાઘબાળ (નર-૦૨, માદા-૦૨)ને જન્મ આપેલ. આ ચાર બચ્ચાઓ પૈકી એક બચ્ચુ નરનો ૨૪ કલાક પછી જન્મ થયો હતો. જે ખુબજ અશક્ત અને વજનમાં સામન્ય કરતા ઓછુ હોય, ખાસ તકેદારી રાખી બોટલ ફીડીંગ કરાવી સફળતા પૂર્વક ઉછેર કરવામાં આવ્યો હતો. હાલ આ બચ્ચાઓની ઉંમર ૩.૫ માસી વધુ યેલ હોય, મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવાનું શરૂ કરેલ છે. બચ્ચાઓને હરવા-ફરવા માટે કુદરતી વિશાળ એરીયા મળતા માતા સાથે બચ્ચાઓ દોડા-દોડી અને ખેલકુદ કરતા હોય, મુલાકાતીઓ આ પ્રકારનો નજરો જોઇ ખુબજ પ્રભાવીત થાય છે.
અગાઉ ઝૂ ખાતે વર્ષ ૨૦૧૫માં આ જ સફેદ વાઘણ ગાયત્રીએ પ્રથમ વખત સફેદ વાઘ નર દિવાકર સોના સંવનની ચાર સફેદ વાઘબાળને જન્મ આપેલ. જે તમામ વાઘબાળ હાલ પુખ્ત થઇ ગયેલ છે અને વન્ય પ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂને આપી શકાશે. ઝૂ ખાતે વર્ષ ૨૦૧૪માં સફેદ વાઘ દિવાકર, સફેદ વાઘણ યશોધરા તથા સફેદ વાઘણ ગાયત્રી ભીલાઇ ઝૂ, છતીસગઢ ખાતેીથીવન્યપ્રાણી વિનિમય હેઠળ સિંહની એક જોડીના બદલામાં મેળવવામાં આવેલ.
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતા પૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘની સંખ્યા ૧૦ થયેલ છે. જેમાં પુખ્ત નર-૦૧, પુખ્ત માદા-૦૫ થતા બચ્ચા-૦૪નો સમાવેશ થાય છે. હાલ ઝૂ માં જુદી જુદી ૫૩ પ્રજાતિઓનાં કુલ – ૪૦૮ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. હાલ ચોમાસાની ઋતુ હોય, સમયાંતરે વરસાદ થઇ જવાના કારણે પ્રાણીઉદ્યાનનો સમગ્ર વિસ્તાર લીલાછમ જંગલ સ્વરૂપે સોળે કળાએ ખીલી ઉઠેલ છે.