સમગ્ર દેશમાં અત્યારે અનલોક-1 શરૂ છે ત્યારે ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર પ્યાસીઓની પ્યાસ બુજવા બુટલેગરો મેદાને આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
પોલીસે 20 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો છે.ગોંડલ સીટી પોલીસ દ્વારા તાપસનો ધમધમાટ,દારૂના જથ્થા સાથે ૨ લોકો ની ધરપકડ કરી છે.
ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પાસે પીચ પીરની ધાર પાસે વિદેશી દાનો કટીંગ વેળાએ સીટી પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી આશરે ૧૦૦ પેટી વિદેશી દારૂ નો જથ્થો સાથે બે શખ્સોની ધરપકઢ કરી પોલીસે દારૂ, બે કાર અને ટ્રક મળી લાખો રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોકડાઉન ખુલતાની સાથે બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોવાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે ગોંડલના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. એ.વી. જાડેજા અને પી.એસ.આઇ બી.એલ. ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોંડલના વોરા કોટડા પાસે પંચપીરની ધાટ પાસે વિદેશી દારૂની કટીંગ થતું હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન નાશ ભાગ મચી ગયો હતો. ટ્રકમાંથી આશરે ૧૦૦ પેટી જેટલો વિદેશી દારૂ નો જંગી જથ્થો સાથે કુખ્યાત બુટલેગર ઇરફાન હુસેન કટીરીયા અને તેના સાગ્રીતની ધરપકડ કરી છે.પોલીસે સ્થળ પરથી દારૂ બે કાર અને ટ્રક મળી લાખોનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસે ઝડપાયેલા બન્ને શખ્સોની આકરી પુછપરછ હાથ ધરી છે.
આ દરોડામાં હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ અને અરવિંદભાઇ વાળા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.