રાજસ્થાન પાર્સીંગના ટ્રકમાં ૧૪૬૬૦ વિદેશી દારૂની બોટલ અને ૨૪૦૦ બિયરના ટીન જૂનાગઢ ડિલેવરી કરવા જતાં પાંચેય શખ્સોને આર.આર.સેલના સ્ટાફે દબોચી લીધા
રાજકોટ-પોરબંદર હાઈવે પર આર જે ૧૯જીબી-૨૮૦૧ નંબરના રાજસ્થાન પાર્સીંગના ટ્રકમાં વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો જૂનાગઢ ખાતે ડિલેવરી કરવા જઈ રહ્યો હોવાની બાતમીના આધારે આર.આર.સેલના સ્ટાફે દરોડો પાડી બે શખ્સોને રૂ.૫૧.૫૦ લાખની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ધરપકડ કરી રૂ.૧૫ લાખની કિંમતનો ટ્રક કબજે કર્યો છે.
મુડ્ઢઆ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આર.આર.સેલના પીએસઆઈ એમ.પી.વાળા અને કોન્સ. મનીષભાઈ વરૂ નરેન્દ્રસિંહ રાણા, કુલદિપસિંહ ચુડાસમા, સંદીપસિંહ રાઠોડ, યુવરાજસિંહ ખાચર અને ભરતસિંહ પરમાર સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે વિરપુરની વછરાજ હોટલ પાસે વોચ ગોઠવી મોડી રાત્રે પસાર થતાં આરજે૧૯જીબી-૨૮૦૧ નંબરના ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂ.૫૧.૫૦ લાખની કિંમતનો ૧૬૬૬૦ બોટલ વિદેશી દારૂ અને ૨૪૦૦ બિયરના ટીન મળી આવતા પોલીસે રાજસ્થાનના વિરમચંદ દુર્ગારામ ગોડ, જગદીશ કાલુરામ ચોટીયા નામના શખ્સોની ધરપકડ કરી તેની પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો જોધપુરના શેતાનસિંગ શેઠ અને રઘુમુનીમ નામના શખ્સોએ જૂનાગઢ ખાતે ડિલેવરી કરવા જણાવ્યું હતું.