આઇસરમાંથી યુટીલીટીમાં કટીંગ કરતા બંને ધરપકડ: રૂ. ૮.૪૬ લાખનો મુદામાલ કબ્જે
કુવાડવા રોડ પર આવેલી ડાભી હોટલ પાસે આઇસરમાંથી યુટીલીટીમાં વિદેશી દાનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે ા.૮.૪૬ લાખના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શ્રધ્ધા પાર્કમાં રહેતા મોહિત મહેશ સિનરોજા અને થોરાળાના સલીમ જુસબ ઘાચી નામના શખ્સો વિદેશી દાનું કટીંગ કુવાડવા રોડ પર કરતા હોવાની બાતમીના આધારે પી.આઇ. એ.આર.મોડીયા, પી.એસ.આઇ.પી.એસ.આઇ. મહાવીરસિંહ ઝાલા, એએસઆઇ આર.કે.ડાંગર, સિરાજભાઇ ચાનીયા અને હિતેશભાઇ ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી ા.૪૦,૮૦૦ની કિંમતનો વિદેશી દા અને બિયર કબ્જે કરી સલીમ ઘાચી અને મોહિત મીસ્ત્રીની ધરપકડ કરી છે. પોલીસે ા.૮ લાખની કિંમતના જી.જે.૩ડબલ્યુ.૭૮૧૩ નંબરનું આઇસર અને જી.જે.૧૩એડબલ્યુ. ૨૬૧૦ નંબરની યુટીલીટી કબ્જે કરી બંને શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.