બાયોડીઝલ બે ડમ્પર અને અનય માલ સામાન મળી કુલ રૂ. 31 લાખનો મુદામાલ કબ્જે
અબતક, વારિસ પટ્ટણી
ભુજ
ગાંધીધામમાં મીઠીરોહણ કચ્છ આર્કેટ પુલ પાસે જીનામ પાકિંઢગ પ્લોટમાં લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમી આધારે દરોડો પાડી ર0 હજાર લીટર બોયોડીઝલના જથ્થા સાથે મિતેષ ભરત ગોસ્વામી અને નગા બીજલ આહીર નામના બે ઇસમોની ધરપકડ કરી કુલ રૂ. 31 લાખના મુદામાલ કબ્જે કર્યો છે. અને ફરાર ભરત બાબુ આહીરની શોધખોળ હાથ ધરી છે.મળતી માહીતી મુજબ બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં બાયો ડીઝલનો ગેરકાયદેસર રીતે સંગ્રહ-વેચાણ કરતા ઇસમો વિરુઘ્ધ કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ તેમજ એલ.સી.બી.ની ટીમ જીલ્લામાં ગેરકાયદેસર રીતે બેઝ ઓઇલના વેચાણ કરતા ઇસમો વિરુઘ્ધ કાર્યવાહી કરવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન એલ.સી.બી. ની ટીમ ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે નેશનલ હાઇવે રોડ પાસે આવેલ સર્વે નંબર 263 મીઠીરોહર કચ્છ આર્કેટ પુલ પાસે જીનામ પાકીંગ પ્લોટ કમ્પાઉન્ડમાં બેઇઝ ઓઇલનો જથ્થો સંગ્રહ કરી અન્ય ટેન્કરમાં પેટ્રોલીયમ પ્રવાહી (બાયો ડીઝલ) ભરેલ અને જે બેઝઓઇલ અનય આઇવા ડમ્પરમાં રાખેલ કેરબાઓમાં બાયો ડીઝલ ભરવાની પેરવી કરી રહેલ છે જે આધારે ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહી (બાયો ડીઝલ) નો ર0 હજાર લીટર જથ્થો મળી આવેલ હોય આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક અંજાર નાઓ સાથે રાખી ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી અર્થે ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે. ને સોંપવામાં આવેલ છે.