દારૂની ડિલીવરી થાય તે પૂર્વે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ૧૦૭૦૦ બોટલ શરાબ કર્યો કબ્જે
રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર આવેલા પંજાબ-હરિયાણા ઢાબા પાસેથી ટ્રેલરમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા.૨૨.૬૬ લાખની કિંમતનો ૧૦૭૦૪ બોટલ વિદેશી દારૂ કબ્જે કરી ટ્રેલરના ચાલક અને કલીનરની ધરપકડ કરી રૂા.૩૭.૮૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આ દારૂનો જથ્થો બુટલેગર પાસે પહોંચે તે પહેલા જ સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ઝડપી લીધો છે.પોલીસ પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી તી હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી માહિતીના આધારે મહેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ ચોટીલા નજીક વોચમાં હતા ત્યારે પરપ્રાંતિયમાંથી ટ્રેલરમાં વિદેશી દારૂ આવી રહ્યો હતો ત્યારે પંજાબ-હરિયાણા ઢાબા પાસે નિકળેલ ટ્રેલરને અટકાવી ડાંગરના ભુસ્સામાં છુપાયેલો રૂા.૨૨.૬૬ લાખની કિંમતનો ૧૦૭૦૪ બોટલ દારૂ સો પંજાબના ટ્રેલર ચાલક ગુરુચરણ જાટ અને વિશાલ વાલ્મીકી નામના શખ્સની ધરપકડ કરી ટ્રેલર અને દારૂ મળી રૂા.૩૭.૮૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલક અને કલીનરની પ્રામિક પુછપરછમાં આ દારૂનો જથ્થો હરિયાણાથી રોહિત નામના શખ્સે મોકલાવ્યાનો અને આ જથ્થો બુટલેગર પાસે પહોંચે તે પહેલા જ રસ્તામાં સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડયો છે.