સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂ.૪.૨૮ લાખનો મુદામાલ કબ્જે: બેની શોધખોળ

રાજકોટ-ગોંડલ નેશનલ માર્ગ પર આવેલા ભ‚ડી ટોલનાકા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલ બોલેરો જીપમાંથી ૨૧૧ બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ કરી ગાડીના માલીક સહિત બે શખ્સની શોધખોળ આદરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજકોટ તરફથી વિદેશી દારૂ ભરેલુ વાહન ગોંડલ તરફ આવી રહ્યાની કોન્સ્ટેબલ એલ.ડી. મહેતાને મળેલી બાતમીના આધારે સ્ટાફે ભ‚ડી ટોલનાકા પાસે વોંચ ગોઠવી હતી.

વોંચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નિકળેલી જીજે ૩૨ ટી ૧૮૧૪ નંબરની બોલેરો જીપને અટકાવી તલાશી લેતા રૂ.૯૨૦૦૦ની કિમંતની ૨૧૧ બોટલ સાથે તાલાલાના મોટીન ઈસ્માઈલ ભટ્ટી અને વેરાવળના દિલીપ બાબુ મેઘનાથીની ધરપકડ કરી રૂ.૪.૨૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.ઝડપાયેલા શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં ગાડીના માલીક રફીક દાહુમીયા અને કેશોદ રાજુ બાબરીયા નામના બુટલેગરની શોધખોળ આદરી છે. વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એ.વી. જાડેજા સહિતના સ્ટાફે હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.