દારૂની હેરાફેરી કરે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી કુલ રૂ. 6.23 લાખનો મુદામાલ કર્યો કબજે
દસાડા, પાટડી હાઇવે રોડ ઉપર ખાસ પોલીસે પેટ્રોલીંગ હાથ ધરી, અલગ અલગ વાહનો મારફતે કવરીંગ સાથે વિદેશી દારૂના જથ્થાની અન્ય રાજયમાંથી ગુજરાત રાજયમાં હેરાફેર થતી હોય જેથી આવા વાહનો ચેક કરી પ્રોહી અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા એલ.સી.બી. ટીમ દ્રારા દસાડા પો.સ્ટે. વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે, એક સફેદ કલરની ગાડી રજી. નં. જીજે-01-આર એકસ-0216 વાળીમાં ગે.કા. પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરી દસાડા તાલુકાના, દસાડા શંખેશ્વર રોડ, વડગામ ત્રણ રસ્તાથી પાનવા તરફ નીકળનાર છે. તેવી બાતમી આધારે એલ.સી.બી. ટીમ દ્વારા વોચ તપાસ કરી બાતમી દરમ્યાન આરોપીઓ જ્ઞાનપ્રકાશ પપારામ કવા બીસ્નોઇ(ઉ.વ.28), મનોહરલાલ બાબુલાલ બાદુ બીસ્નોઇ (ઉ.વ.23) રાજસ્થાન વાળાઓને પકડી પાડી મજકુર આરોપીઓની પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો આરોપી સુરેશભાઇ બીસ્નોઇ વાળાએ ભરાવી આપી તેમજ આરોપી નંબર -4 બાબુ સોની રહે અમદાવાદ વાળાના માણસ કે વાળાને ત્યા પહોચતો કરવાનો હતો તેમ જણાવતા હોય જેથી આ કામના આરોપીઓએ ભેગા મળી પ્રતિબંધિત ગુજરાત રાજયમાં વેચાણ કટીંગ અર્થે મોકલાવી ગુનો કરેલ હોય ઉપરોકત ઇસમો તેમજ તપાસમાં ખુલે તે તમામ ઇસમો સામે પ્રોહી ધારા મુજબ દસાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.