- દારૂ – બિયર અને વાહન મળી રૂ. 57 લાખનો મુદામાલ કબ્જે: બુટલેગર સહિત ચારની શોધખોળ
પડાણાની સીમમાં આદિત્ય આર્કેડ પાછળ પ્લોટ નંબર-81, સર્વે નંબર 90માં આવેલા આકાશ એન્ટરપ્રાઈઝ નામના બંધ પહેલા બેન્સામાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. આ બેન્સામાં ઉભેલા ટ્રેઈલરમાં ચોખાની બોરીઓની આડમાં વિદેશી દારૂ સંતાડી તેને સગેવગે કરાઈ રહ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી આવી હતી. અહીંથી ટ્રેઈલર નંબર જી.જે. 12 – બી. ડબલ્યુ – 2775ના ચાલક હરિયાણાના સુનિ સતવીર તથા મહિપાલ બલવીર નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ જગ્યાએથી પોલીસે દારૂની 1380 બોટલ 216 ટીન એમ કુલ્ રૂા. 12,93,144નો વિદેશી દારૂનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો. આ દારૂ દીપક નામનો અન્ય એક ડ્રાઈવર આપી ગયો હતો. અને ટ્રેઈલરના માલિક તથા પકડાયેલા શખ્સોના શેઠ ધર્મેન્દ્ર જાટ (ચૌધરી) અને પ્રશાંત ચૌધરીએ આ માલ કંડલા ખાલી કરવા જણાવ્યું હતું. બાદમાં આ ત્રણેય શખ્સોએ ડ્રાઈવરોને ફોન કરી વાહનને સમા પાર્કિંગમાં પાર્ક કરવા જણાવ્યું હતું. દારૂ મોકલનાર અને મંગાવનાર મેઘપર બોરીચી અરિહંત નગરના ધર્મેન્દ્ર ચૌધરી (જાટ), દિપક તથા પ્રશાંત ચૌધરી અને મદદગારી કરનાર સીટુ, વિષ્ણુ ચૌધરી તથા તપાસમાં જે નીકળે તેને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. પકડાયેલા બંને ચાલકો પાસેથી દારૂ, મોબાઈલ, વાહન મળીને કુલ રૂા. 57,13,144નો મુદામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજીયા, પો.સબ ઇન્સ. એન.બી. બાંમ્ભા, પો.સબ ઇન્સ. કે.જે. વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.