૨૭ વ્યાજખોરના ત્રાસથી બિલ્ડરે શહેર છોડવું પડયું: ખેતીની જમીન, પ્લોટ, મકાન અને રોકડ પડાવી લીધા
શહેરમાં વ્યાજખોરોનો રાફળો ફાટયો હોય તેમ પોલીસ દ્વારા લોક દરબાર યોજી કડક કાર્યવાહી કરી રહ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી મિલકત પડાવી લેતા હોવાની રાવનો સીલસીલો જારી રહ્યો હોય તેમ બિલ્ડરે ૨૭ જેટલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી શહેર છોડી ભૂગર્ભમાં ઉતરી ગયા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે બે શખ્સોની ધરપકડ
કરી છે.
શહેરના કેશવ રેસિડેન્સીમાં રહેતા શેલૈષભાઇ સિધ્ધપુરાના જમીન-મકાનના ધંધાર્થી પિતા વલ્લભભાઇ સિધ્ધપુરાએ ૨૭ જેટલા વ્યાજના ધંધાર્થીઓના ત્રાસથી કંટાળી શહેર છોડી ભૂગર્ભમાં ઉતરી ગયાની અને વ્યાજખોરોએ ખેતીની જમીન, મકાન,પ્લોટ અને રોકડ પડાવી લીધા અંગેની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
૨૦૧૩માં જુદા જુદા વ્યાજના ધંધાર્થીઓ પાસેથી માસિક ૧૦ થી ૨૦ ટકા વ્યાજના દરે વલ્લભભાઇ સિધ્ધપુરાએ લીધા હતા તે રકમની ચિભડા ગામે જમીન લીધી હતી જમીનના માલિકે પણ દસ્તાવેજ મોડો કરાવતા દસ લાખ વ્યાજ પડાવ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
પાર્થ અને પ્રવિણ આરદેસણા પાસેથી રૂ.૪૦ લાખ લીધા હતા તેઓએ દુકાન અને મકાન પડાવી લીધા હતા, મગન વઘીસાયા પાસેથી રૂ.૩ લાખ માસિક ૩ ટકા વ્યાજે લીધા હતા એક લાખ વ્યાજ ચુકવ્યું હતું તેને બળજબરીથી ચેકમાં સહી કરાવી લીધી હતા. ઘનશ્યામ ડોબરીયા અને ભોળા લહેરી પાસેથી જમીનનો અદલો બદલો કર્યો હતો તેઓ સારા લોકેશનની ૪૦ વિઘા પોતાના નામે કરાવી લીધી હતી. બાલમુકુંદ આંબલીયા અને અનિલ વેકરીયાએ રૂ.૩૦ લાખ વ્યાજે આપી રૂ.૫૦ લાખ વસુલ કર્યા હતા અને સાત વિઘા જમીન લખાવી લીધી હતી. મેરામણ અને નિ‚ આહિર પાસેથી એક કરોડ વ્યાજે લીધા હતા તેના બદલામાં રૂ.૧.૩૦ કરોડ ચુકવી દીધા હતા
તેમ છતાં જમીનનો દસ્તાવેજ પરત ન આપી વ્યાજની ઉઘરાણી કરવા પુત્રનું અપહરણ કરી કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. કિરણ રૈયાણી પાસેથી રૂ.૭૦ લાખ વ્યાજે લીધા હતા તેને રૂ.૭૦ લાખ ચુકવી દીધા હોવા છતાં ચેક પરત આપ્યા ન હતા. સુરેશ ચનિયારા પાસેથી રૂ.૧૬ માસિક છ ટકા વ્યાજે લીધા હતા, રાજુ અને હિતેશ ગૌસ્વામીએ દોઢ કરોડ આપ્યા હતા તેને બે કરોડ વ્યાજ પેટે વસુલ કરી જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. કરમણ ગોરસીયાએ રૂ.૩૦ લાખ વ્યાજે આપી રૂ.૩૫ લાખ વસુલ કરી રૂ.૪૦ લાખની ઉઘરાણી કરી રહ્યો છે. વ્રજલાલ દેસાઇએ રૂ.૮૦ લાખનું રૂ.૩૫ લાખ વ્યાજ વસુલ કરી તે પેટે જેતપુરની ખેતીની અને પ્લોટનો દસ્તાવેજ કરાવી લીધા હતા. નિલેશ ભાલાળાએ દોઢ કરોડ ૩ ટકાએ આપી રૂ.૨૫ લાખ વ્યાજ વસુલ કરી સરધારની જમીન અને કોઠારિયાનો પ્લોટ લખાવી લીધા હતા. ડાયા વાંક પાસેથી રૂ.૨૫ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા તેને દોઢ કરોડ વસુલ કર્યા હતા.
નિતિન માંડવીયા, પ્રવિણ વિરડીયા અને જયેશ સખીયા અને પ્રકાશ વિરડીયાએ એક કરોડ વ્યાજે આપી રૂ.૧.૩૦ કરોડ વસુલી લીધા હતા અને જમીનનો દસ્તાવેજ લખાવી લીધો હતો. બેન્ક કર્મચારી મનિષ રાદડીયાએ રૂ.૧૭ લાખ ૩ ટકા વ્યાજે આપી સાત વર્ષ સુધી વ્યાજ વસુલ કરી ઉમરાળીની જમીનનું મુખત્યાર કરાવી બારોબાર વેચી નાખી હતી. ઉમેશ ડેરીવાળાએ રૂ.૭૫ લાખ છ ટકા વ્યાજે આપી રૂ.૮૦ લાખ ધમકી દીધી હતી. જીતેન્દ્ર અને કિશોર આરદેસણાએ એક કરોડ સામે અનેક જમીન લખાવી લીધાની અને વધુ વ્યાજની ઉઘરાણી કરવા ધમકી દીધી હતી. તાલુકા પોલીસે કિશોર આરદેસણા સહિતની બે શખ્સોની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.