વેરાવળ ખાનગી મોબાઈલ કંપની મેનેજર તરીકે ફરજ બજાવતા પીયુષ પટેલીયાએ એક માસ પહેલા 92 લાખની આ ચક ભીસ માં મરવા મજબુર થઈ પોતાના ધરે છત સાથે દોરી વડ ગાળાફાંસો ખાઈ આપધાત કરેલ હતો જેની બનાવ બાદ એક માસ પછી પોલીસે ચાર આરોપી સામે ફરીયાદ નોંધલ હતી તેમાં બે આરોપીઓની ધરપકડ કરેલ છે . બીજા બે આરોપીની શોધખાળ હાથ ધરવામાં આવી હતી.
રૂ. 92 લાખ રાજકોટ સહિતના ચાર શખ્સો દ્વારા ફસાવી દેતા મેનેજરે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું: પોલીસે બનાવના એક માસ બાદ ગુનો નોંધી કાર્યવાહી કરી
વેરાવળ ખાનગી મોબાઈલ કંપનીમાં મેનેજ2 તરીકે ફરજ બજાવતા જુની મહીલા કોલેજ પાછળ રહેતા પીયુષ ઉર્ફે ભીખો મનસુખભાઈ પટેલીયાએ પોતાના ધરે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપધાત કરેલ હતો . જેની ફરીયાદ તેમના પત્ની કિરણબેન પીયુષભાઈ પટેલીયાએ પોલીસમાં નોધાવેલ હતી . જેમાં ચાર આરોપીઓ નરેન્દ્ર ઉર્ફે જગ્યો કૃષ્ણકાંતભાઈ મુરબિયા , ભાવેશ ઉર્ફે ડીસ્કો કૃષ્ણકાંતભાઈ મુરબીયા રહે . પ્રભાસપાટણ , ઉપેન રમેશભાઈ વઢવાણા રહે.રાજકોટ , મુકેશ ઉર્ફે મુન્નાભાઈ કરશનભાઈ પટેલીયા રહે.વેરાવળએ પતિને મરવા મજબુર કરેલ છે જેથી પોલીસે ચારેય સામે 306 સહીત કલમો નોંધી ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરેલ છે .
રામભરોસા પોલીસ ચોકીનાં તપાસનિશ અધિકારી પી.એસ.ઓઈ આર.એચ.સુવા એ જણાવેલ હતું કે તા .30 ઓક્ટોબરના રોજ બપોરે 1.30 વાગ્યાના અરસામાં પીયુષભાઈ ઉફે ભીખો મનસુખભાઈ પટેલીયા પોતાના ધરે છત ઉપર દારી વડે ગળાફાંસો ખાઈ આપધાત કરેલ હતો જેમાં તમાં તેમના પત્ની કિરણબેન પટેલીયાએ પોલીસમાં ફરીયાદ નોધાવેલ હતી કે નરન્દ્ર ઉર્ફે જગો કૃષ્ણકાંત મુરબીયા , ભાવેશ ઉર્ફે ડીસ્કો કૃષ્ણકાંત મુરબીયાને ધંધા માટે 2016 17 માં 92 લાખ રૂપીયા હાથ ઉછીના આપેલ હતા . તે પરત આપેલ ન હતા . જેથી ઉપેન રમેશભાઈ વઢવાણાએ કઢાવી આપવામા મદદ કરવાનું કહી વધારાના 52 ( બાવન ) લાખ ઉછીના લઈ લીધેલ તે પણ પરત મળેલ ન હતા . જેથી ખુબજ આર્થિક મોટી ભીસમાં આવી જતાં સગાસંબંધીઓ , મિત્ર સંર્કલ પાસે હાથ ઉછીના રૂપીયા લીધેલ હતા .
આ ઉપરાંત મુકેશ ઉર્ફે મુશાભાઈ કરશનભાઈ પટેલીયા પાસેથી 12 લાખ ઉછીના લીધલ જેનું ઉંચુ વ્યાજ વસુલી પઠાણી ઉધરાણી કરતા હોય તેમજ આપેલા ચેકોમાં મોટી રકમ ભરી બેંકમાં ચેકો રીટર્ન કરાવી કોર્ટ માં ફરીયાદ કરવાની ધમકી આપતા હોય જેથી મરવા મજબુ 2 થઈ ગળાફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો . જેથી પોલીસે ચારેય સામે 306,114 મુજબ ગુનો નોધી બે આરોપીઓ જેમાં નરેન્દ્ર ઉર્ફે જગો કૃષ્ણકાંતભાઈ મુરબીયા , ભાવેશ ઉર્ફે ડીસ્કો કૃષ્ણકાંતભાઈ મુરબીયા રહે પ્રભાસપાટણ વાળા ની ધરપકડ કરેલ છે બીજા બે આરોપીની શાધખોળ હાથ ધરેલ છે .