• સુરક્ષા વગર ધમધમતી રાઈડસને લીધે સર્જાયેલી દુર્ધટના બાદ તંત્રએ બીચ પર તમામ રાઇડો બંધ

કચ્છના માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગ સમયે દુર્ઘટના પ્રકરણમાં સંચાલક સહિત ચાર સામે ફરિયાદ નોંધાયા બાદ આ મામલે સંચાલક સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ સુરક્ષા વગર સર્જાયેલી દુર્ધટના બાદ તંત્રએ બીચ પર તમામ રાઇડો બંધ કરી છે.કચ્છના માંડવી બીચ પર ફરવા આવેલા ઝારખંડના યુવાનના મોત બાદ સપરાધ માનવવધનો ગુન્હો સંચાલક સહિત ચાર સામે નોંધાયો હતો ત્યારે માંડવી પોલીસે આ મામલે તપાસ કરી પેરાગ્લાઇડીંગનુ સંચાલન કરતા તથા અન્ય જવાબદારો સામે કાર્યવાહી કરતાં ધરપકડ કરી છે.

સમગ્ર મામલામાં સેફટી બેલ્ટ,હેલ્મેટ સહિતની કોઈ સુરક્ષા વ્યવસ્થા કરાઈ ન હતી. ધરપકડ બાદ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવાયા છે. શિવ વોટર્સ સ્પોર્ટના મુખ્ય સંચાલક પંકજ ભાનુશાળી તથા બીચ પરના સંચાલક અબ્બાસ સુલેમાન પારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર મામલામાં ઝારખંડના ફરિયાદી સુખવિંદર બલદેવસિંગ કોરે માંડવી પોલીસ મથકે શિવ વોટર્સ સ્પોર્ટના સંચાલક પંકજ ભાનુશાળી,જીજે 12 કે 8872 ગાડીના ચાલક પેરાગ્લાઈડીંગ ઉંચો કરનાર બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ભાઈ ભુજ એરફોર્સમાં હોવાથી વેકેશન કરવા બલદેવસિંગ કોર અને બે બાળકો સાથે આવ્યા હતા.ત્યારે શુક્રવારે આ ધટના બની હતી જેમાં ઝારખંડના બલદેવસિંગનું મોત થયું હતું જેમાં બેદરકારી દાખવનાર સામે હવે કાર્યવાહી થઇ છે. તો પ્રાન્ત અધિકારીએ હાલ માંડવી બીચ પર તમામ રાઇડ બંધ કરાવી છે.સમગ્ર ઘટનાને વખોડતા માંડવી મુન્દ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પણ જણાવ્યું હતું કે જે માંડવી બીજ પર કરુણાતિકા ઘટી છે તેના માટે ખૂબ જ દુ:ખ છે તેમજ પરિવારને પૂરી સાંત્વના છે. તો આ ઉપરાંત જે દિવસે આ ઘટના ઘટી તેના આગલા દિવસે મામલતદાર પીઆઇ દ્વારા માંડવી બીચ પર વોટર સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા સંચાલકોને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ વ્યવસ્થા ન હોતા વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ કરવા માટે જણાવ્યું હતું. છતાં પણ માથાભારે શખ્સો દ્વારા કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર પ્રવાસીઓને વોટર સ્પોર્ટ્સ ની પ્રવૃત્તિઓ કરાવતા દુર્ઘટના ઘટી હતી. તેમાં તંત્રને પણ સંચાલકો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં ભરવા માટે અપીલ કરવામાં આવી છે.

વોટર સ્પોર્ટ્સની યાંત્રિક રાઇડ્સની સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવાની જવાબદારી કોની?

જે રીતે અગાઉ દીવમાં ઘટના બની હતી અને ત્યારબાદ હવે માંડવીના દરિયાકાંઠે પેરાગ્લાઈડીંગમાં એક યુવકનું મોત નીપજ્યું છે ત્યારે હવે સવાલ એવો ઉઠ્યો છે કે, વોટર સ્પોર્ટ્સની યાંત્રિક રાઇડ્સમાં સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવાની જવાબદારી કોની છે?

દીવના બીચ પર પણ ધમધમે છે રાઇડ્સ : અગાઉ બની’તી દુર્ઘટના

વર્ષ 2018ના ઓગસ્ટ માસમાં ઘોઘલા બીચ પર આકાશમાં પેરાગ્લાઇડિંગ કરતી વખતે તાર તૂટી જતાં યુવતી દરિયા કિનારે પટકાઇ હતી. દીવમાં અગાઉ પેરાગ્લાઇડિંગ કરતા નીચે પટકાતા મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે વોટર સ્પોર્ટ્સના નામે ચાલતી રાઈડસના સેફટી ફીચર્સ પર સવાલ ઉઠ્યા હતા. ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.