એસ.ઓ.જી.એ દરોડો પાડી રૂા.45 હજારનો મુદ્ામાલ કબ્જે કર્યો
શહેરમાં માદર પદાર્થનો વેપલો કરતા શખ્સો પર અંકુશ લગાવવા પોલીસ કમિશનરના આદેશથી એસઓજીએ જામનગર રોડ પર વાહન ચેકીંગ દરમિયાન બાઇક પર નીકળેલા બીએસએનએલના કરારી કર્મચારી સહિત બે શખ્સોએ ઝડપી લઇ તેની પાસેથી રૂ.45 હજારની કિંમતનો દોઢ કિલો ગાંજો કબ્જે કરી પૂછતાછ કરતા સુરતનો શખ્સે ગાંજાનું ડીલવરી મેળવી, બીએસએનએલનો કરારી કર્મચારી છૂટક પુડી બનાવી વેપલો કરતો હોવાનું બહાર આવતા એસઓજીએ બંને શખ્સોને હવાલે કરતા ગાંધીગ્રામ પોલીસે બંનેના કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર એરપોર્ટ નજીક રેલનગર અંડરબ્રિજ જવાના રસ્તા તરફથી બાઇક પર પીએસઆઇ એમ.એસ.અંસારીએ અટકાવી પૂછતાછ કરતા બે બીએસએનએલમાં કરારી કર્મચારી નીતીનભાઇ ચુડાસમા (રહે. શેઠનગર પાસે, શ્રીજી પાર્ક સોસાયટી) અને ચિંતન પ્રવિણ પંડ્યા (રહે. સુરત મૂળ કુકાવાવના ખજૂરીગામ) હોવાનું જણાવતા પોલીસે તલાસી લેતા તેની પાસેથી દોઢ કિલો ગાંજા મળી આવતાં બંનેની અટકાયત કરી ગાંજો બાઇક મળી કુલ રૂ.45 હજારની મત્તા કબ્જે કરી ગાંધીગ્રામ પોલીસે હવાલે કરાતા બંનેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કશ્યપ અને ચિંતન નશો કરવાની ટેવ હોવાથી ખર્ચ કાઢવા સુરતનો ચિંતન લાવતો અને કશ્યપ ગાંજાની પૂડી બનાવી છૂટક વેપલો કરતો હોવાનું રટણ કરી હતી. અગાઉ કેટલીવાર અને કોને કોને ડીલવરી કરી હતી અન્ય કોઇ ગાંજામાં સંડોવણ છે એ વધુ પોલીસે તપાસ હાથધરી છે.