2400ની મામલી રકમના મામલે છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું: એકના એક પુત્રના મોતથી પીજારા પરિવારમાં આક્રંદ
શહેર નાગનાથ ચોક પાસે ખીજડા શેરીમાં રહેતા પીંજારા યુવાનને પોતાની ઘેરે ઉઘરાણી જેવી નજીવી બાબતે છરીના ઘા મારી બે શખ્સોએ હત્યા કરી નાખતા પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ખીજડા શેરીમાં રહેતા ઝરીનાબેન હાજીભાઈ પીંજારા જાતે મુસ્લીમ ઉ.60 પોલીસ મથકે લખાવેલી ફરિયાદમાં જણાવેલ કે હું બપોરે મારી ઘરે હતી ત્યારે મારા ઘરે બે શખ્સો આવી કયા તારો છોકરો સિકંદર તેની પાસે અમો રૂપીયા માંગીએ છીએ ઉઘરાણી કરવા આવીયા છીએ ત્યારે મે કહેલ કે તે કામે ગયો છે. તમો સાંજે આવજો એમ કહેતા તેઓજતા રહ્યા હતા.
સાંજે મારો દિકરો મજુરીએ ઘરે આવ્યો ત્યારે મેં કહેલ કે તારા પાસે કોઈ 2400 રૂપીયા માંગે છે તોકહેલ કે ના મારી પાસે કોઈ પૈસા માગતા નથી આવી વાત ચાલતી હતી ત્યાં અમારા ડેલો ખખડવાનો અવાજ આવતા મારો દિકરો સિકંદર ડેલો ખોલવા જતા બપોરે આવેલા બંને યુવાનો રોહીત દિપક મકવાણા તથા દયાલસિંહ કેવલસિંગ સરદાર રહે બંને ઉપલેટા વાળા મારા દિકરા સિકંદરને કહેલકે અમો તારી પાસે 2400 રૂપીયા માગીએ છીએ તેઆપી દે તો મારા દિકરાએ કહ્યું કે તમો મારી પાસે કયારેય પૈસા માગતા નથી કે મે તમારી પાસે કયારેય પૈસા ઉછીના લીધા નથી તોમારે તમને શેના પૈસા આપવાના ત્યારે બંને શખ્સો ઉશ્કેરાઈ ને રોહિત દિપક મકવાણાએ પોતાના નેફામાંથી છરી કાઢી દયાલસિંહ સરદારે મારા દિકરાને પકડી રાખી રોહિતે મારા દિકરાને પેટમાં છરીનો ઘા મારી દેતા પ્રથમ શહેરની સીવીલ હોસ્પિટલ ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયેલ પણ વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા રસ્તામાં તેનુંમોત થવા પામેલ હતુ.
પોલીસે મરણજનારની માતાની ફરિયાદને આધારે બંને શખ્સો સામે 302,326 મુજબ ખૂનના ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં જ ઈન. પી.આઈ. ધાંધલે બંને શખ્સોને ઝડપી લીધા હતા. આજે બંને શખ્સો રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે મરણજનાર સિકંદરના પિતાનું 6 વર્ષ પહેલા અવસાન થયેલ છે.
જયારે તેની માતાને કમાવનાર એક માત્ર પુત્ર હતો જયારે સિકંદરના લગ્ન બિહારની શોબીના બેન સાથે થયા હતા તેને સંતાન ન હોવાનું જાણવા મળેલ છે. નજીવી બાબતે પીજારા યુવાનની હત્યા થતા પીજારા પરિવાર પાસે કમાવનાર એક માત્ર દિકરો હતો.