વાવડી વિસ્તારના વાવડી ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં કારખાનમાં ડુપ્લીકેટ નોટ છાપવાનું કૌભાંડનો ક્રાઇમ બાંચે પદોફાશ કરી 41700ની નકલી નોટ, ઝેરોક્ષ કમ પ્રિન્ટર અને ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે બે-શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં નકલી ચલણી નોટ છાપવાનો કાબો કારોબારને ડામી દેવા પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે ક્રાઇમ બાંચના પી.એસ.આઇ. પી.એમ. ધાખડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ ત્યારે વાવડી ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં મુળ મેંદરડા પંથકનો અને હાલ વાવડી ગામે રહેતો પિયુષ બાવનજી કોટડીયા તેમજ માણાવદર પંથકનો મકુંદ મનસુખ છત્રાળા નામના શખ્સ ડુપ્લીકેટ નોટ છાપતા હોવાની કોન્સ્ટેબલ મયુરભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, કુલદીપસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન કારખાનામાંથી 2000ના દરની 20 નકલી નોટ, 500ના દરની 1 નકલી નોટ અને 200ના દરની 6 નકલી નોટ સાથે બંન્ને શખ્સોની ધરપકડ કરી ઝેરોક્ષ કમ પ્રિન્ટર, કલર તેમજ મોબાઇલ મળી રૂ. 21800નો મુદ્દામાલ અને 36 બોટલ દારૂ મળી આવતા પોલીસ બંન્ને સામે ગુંનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.