બે મોબાઈલ અને રોકડ મળી રૂ. 27 હજારનો મુદામાલ કબ્જે
શહેરમાં નાગરીક બેંક ચોક નજીક આવેલા જાગૃતી મેડીકલ સ્ટોર નજીક અમે ચંદ્રેશનગર ચોક કુબેર ટ્રાવેલ્સની ઓફીસ પાસે મોબાઈલ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સોને રોકડ અને બે મોબાઈલ મળી રૂ.27 હજારનો મુદામાલ સાથે પોલીસે ઝહપી નામચીન બુકી સહિત ત્રણની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ એસઓજીનાં પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણ અને દિવ્યરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે ચંદ્રેશનગર ચોક નજીક આવેલી કુબેર ટ્રાવેલ્સની ઓફીસ પાસે ભટી ઉર્ફે પ્રિતેષ રૂપસિંગભાઈ ભટ્ટી નામનો શખ્સ મોબાઈલ ફોન પર ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે. જેના આધારે એસઓજીની ટીમે ચંદ્રેશનગર ચોકથી શાસ્ત્રીનગર બ્લોક નં. બી.4માં રહેતો ભરત ઉર્ફે પ્રિતેષ રૂપસિંગભાઈ ભટ્ટી ઝડપી લઈ તેની પાસેથી રોકડ અને મોબાઈલ મળી રૂ. 18400નો મુદામાલ કબ્જે કરી એએસઆઈ વિરમભાઈ ધગલ, ભાનુભાઈ મીયાત્રા, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણ, અજયભાઈ ચૌહાણ, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલા ડીસીબીનાં એએસઆઈ આર.ડી. ગોહિલ, અને કોન્સ્ટેબલ મૈસુરભાઈ કુંભારવાડીયાએ કબ્જે કરી તેની પૂછપરછ કરતા સટ્ટાની કપાત નામચીન બૂકી પાસે કરાવતો હોવાની કેફીયત આપતા પોલીસે નામચીન બૂકીને ઝડપી લેવા દોડધામ હાથ ધરી છે.
જયારે એલ.સી.બી. ઝોન 1ની ટીમે નાગરીક બેંક ચોક નજીક જાગૃતી મેડીકલ પાસે જાહેરમાં મોબાઈલમાં આઈપીએલ પર દિલ્હી કેપીટલ અને સનરાઈઝ હૈદરાબાદની ટીમવચ્ચે ચાલતા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો નીલસીટી કલબ સંજયવાટીકા સોસાયટી શેરી નં.10 શ્રી કૃષ્ણ મકાનમાં રહેતો રાજદિપ વીનોદભાઈ કાછડીયા, નામના શખ્સને રોકડ અને મોબાઈલ મળી રૂ.16 હજારના મુદામાલ સાથે ઝડપી તેની સાથે સંડોવાયેલા રાજકોટના રઘો ઉર્ફે મેકડોવલ અને બજરંગવાડીમાં રહેતો ફારૂકની શોધખોળ હાથ ધરી છે.