કૌટુંબિક ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડાનો કરૂણ અંજામ : ધોકા – પાઇપ મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

ખંભાળીયા તાલુકાના બેહ ગામે એક વર્ષ પહેલાં ચોરી બાબતે મનદુ:ખ રાખી કૌટુંબિક ભાઈઓ વચ્ચે માથાકૂટ થતા બે શખ્સોએ 22 વર્ષીય યુવાનની પાઈપ અને ધોકા મારી હત્યા કરાતા ચકચાક પછી જવાબ આવે છે. બનાવની ચાર પોલીસને થતા પોલીસે હત્યાનો ગુનો નથી બંને શખ્સોની ધરપકડ કરી છે.

વિગતો અનુસાર ખંભાળીયા તાલુકાના બેહ ગામે રહેતા થાર્યા ભાયા વરજાંગવારા, રણમલ ભાયા વરજાંગવારા અને તેમના કાકાના દીકરા નારણ પબ વરજાંગવારા વચ્ચે બેહ ગામના આથમણી વાળી વિસ્તારમાં ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે થોડા સમય અગાઉ થયેલ ચોરી બાબતે મનદુ:ખ રાખીને માથાકૂટ થઈ હતી. જેમાં થાર્યા ભાયા અને રણમલ ભાયા વરજાંગવારાએ નારાણ પબુ વરજાંગવારાને લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી માથાના ભાગે મારતા નારણ પબુને ગંભીર ઇજાઓ થતા લોહી લુહાણ હાલતમાં તેમને ખંભાળીયા અને ત્યારબાદ જામનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

હાજર તબીબો દ્વારા મૃત જાહેર કરાતા માથાકૂટનો આ બનાવ હત્યામાં નિપજતા પરિવારમાં ભારે ગમગીનતા છવાઈ હતી. આ બનાવને પગલે ડી.વાય.એસ.પી., પી. આઈ ઝાલા સહિતનો કાઢ્યો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બનાવની સાજા ડાવા વરજાંગવારાએ થાર્યા ભાયા વરજાંગવારા અને રણમલ ભાષા વરજાંગવારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીઓ વિરુદ્ધ 302 સહિતની કલમનો ગુન્હો નોંધ્યો છે. ઉપરોક્ત બનાવના બન્ને આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેઓની પૂછતાછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.