17મી જૂને ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ચોથો ટી-20
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંડેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અઢી વર્ષના લાંબા અંતરાલ બાદ આગામી જૂન માસમાં ઈન્ટરનેશનલ મેચ રમાશે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આગામી જૂન માસમાં રમાનારી પાંચ ટી.20 મેચ પૈકીનો ચોથી મેચ 17મી જૂનના રોજ રાજકોટ ખાતે રમાશે આ અંગે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ દ્વારા સત્તાવાર જાહેરાત કરાતાની સાથે જ સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમીઓમા ભારે રોમાંચ વ્યાપી જવા પામ્યો છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્થિત સ્ટેડીયમ ખાતે અત્યાર સુધીમાં કુલ ત્રણ ટી.20 મેચ રમાય ચૂકી છે. જેમાં ઓસ્ટ્રેલીયા અને બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતનો શાનદાર વિજય થયો છે. જયારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતે હારનો સામનો કરવો પડયો હતો ભારતના પ્રવાસે આવી રહેલી સાઉથ આફ્રિકાની ટીમ જૂન માસમાં કુલ પાંચ ટી.20 મેચ રમશે જેમાં 9મી જૂને દિલ્હીમાં પ્રથમ ટી.20,12 જૂને કટકમાં બીજી ટી.20, 14 જૂનના રોજ વિઝાગમાં ત્રીજી ટી.20 મેચ, 17 જૂનના રોજ રાજકોટમાં ચોથી ટી.20 મેચ અને 19મી જૂનના રાજે બેંગાલુરૂમાં અંતિમ અને પાંચમી ટી.20 મેચ રમાશે ખંઢેરીમાં છેલ્લે 7મી નવેમ્બરના 2019ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી.20 મેચ રમાય હતી જેમા ભારતનો વિજય થયો હતો.
આ ઉપરાંત ખંઢેરીમાં 17મી જાન્યુઆરી 2020ના રોજ ઓસ્ટ્રેલીયા સામે છેલ્લો વનડે અને 4 થી 8થી ઓકટોબર સુધી ભારત વેસ્ટઈન્ડીઝ વચ્ચે છેલ્લો ટેસ્ટ મેચ રમાયો હતો. છેલ્લા અઢી વર્ષથી રાજકોટમાં એક પણ ઈન્ટરનેશનલ મેચ રમાયો ન હતો. સૌરાષ્ટ્રભરનાં ક્રિકેટ રસીકો ઈન્ટરનેશનલ મેચની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા.
જોકે ક્રિકેટ લવર્સોના ઈન્તજારનો અંત આવી ગયો છે. આગામી 17મી જૂનના રોજ ખંઢેરી સ્ટેડિયમ વધુ એક ઈન્ટરનેશનલ મેચનું સાક્ષી બનશે.