સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ: કેશોદ, લાલપુર, માળીયાહાટીનામાં ૨ ઈંચ: તાલાલામાં દોઢ ઈંચ ખાબકયો
સૌરાષ્ટ્રમાં આજે પાંચમાં દિવસે પણ અવિરત વરસાદ ચાલુ હોવાના કારણે અતિવૃષ્ટિનો ખતરો ઝળુબી રહ્યો છે. આજે સવારથી બપોર સુધીમાં કાલાવડ, માંગરોળ અને મેંદરડામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના અનેક ગામોમાં ધીમીધારે વરસાદ ચાલુ છે.
સ્ટેટ કંટ્રોલ મના જણાવ્યા અનુસાર આજે સવારે ૮ થી બપોર ૧૨ વાગ્યા સુધીના ૪ કલાકના સમયગાળામાં રાજયના ૬૮ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જામનગર જિલ્લાના કાલાવડમાં ૬૨ મીમી, જુનાગઢના માંગરોળમાં ૫૯ મીમી, મેંદરડામાં ૫૮ મીમી, કેશોદમાં ૫૪ મીમી, જામનગરના લાલપુરમાં ૪૩ મીમી, જુનાગઢના માળીયાહાટીનામાં ૪૩ મીમી, ગીર-સોમનાથના તાલાલામાં ૩૫ મીમી, વલસાડના ધરમપુરમાં ૩૪ મીમી, ડાંગના વઘઈમાં ૩૩ મીમી, અમરેલીના ખાંભામાં ૨૯ મીમી, દેવભૂમિ દ્વારકામાં ૨૭ મીમી, જુનાગઢના વિસાવદરમાં ૨૭ મીમી, અમરેલીના જાફરાબાદમાં ૨૫ મીમી, જામનગરમાં ૨૩ મીમી, અમરેલીના રાજુલામાં ૨૩ મીમી, ગીર-સોમનાથના ઉનામાં ૧૯ મીમી, કોડીનારમાં ૧૫ મીમી, વેરાવળમાં ૧૫ મીમી, સુરતના માંગરોળમાં ૧૮ મીમી, ડાંગમાં ૨૨ મીમી, મહુવાના ભાવનગરમાં ૧૧ મીમી, વલસાડના કપરારામાં ૧૮ મીમી વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત ધારી, ખેરગામ, રાજકોટ, ભાણવડ, વાસંદા, પારડી, જેસર, સુબીર, જગડીયા, પાલસણા, માળીયામીંયાણા, ખંભાળિયા, વલસાડ, સુત્રાપાડા, અંકલેશ્ર્વર, ચુડા, લોધીકા, તળાજા, નેત્રાંગ, વલીયા, ઉમરપાડા, ચિખલી, નવસારી, ભુજ, કોટડાસાંગાણી, ટંકારા, ગુરુદેશ્ર્વર, નાડોદ, ઉમરગામ, ડેડીયાપાળા, તિલકવાડા, સોનગઢ, વ્યારા, ચોર્યાસી, કામરેજ, વાંકાનેર, જુનાગઢ, ઓલપાડ, સુરત, ગણદેવી અને જલાલપોરમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. આ લખાય રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજયભરના અનેક વિસ્તારોમાં ધીમીધારે સતત વરસાદ ચાલુ છે.