બેટી પાસે કારમાંથી રપર બોટલ દારૂ સાથે એક પકડાયો: ઉદયનગરમાં કાર અને બોલેરોમાંથી 3ર0 બોટલ દારૂ અને નવા થોરાળામાં મકાનમાંથી 23 બોટલ શરાબ પકડાયો: રૂ. 8.54 લાખનો મુદામાલ કબ્જે
શહેરના ત્રણ સ્થળે વિદેશી દારૂના દરોડા પાડી રૂ. 2.54 લાખની કિંમતનો 595 બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લઇ નાશી છુટેલા ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી ત્રણ કાર અને શરાબ મળી રૂ. 8.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો જેમાં બેટી નજીક કારમાંથી 252 બોટલ દારૂ સાથે એકની જયારે ઉદયનગરમાં બોલેરો અને કારમાંથી 3ર0 બોટલ દારૂ અને નવા થોરાળામાં મકાનમાંથી 23 બોટલ શરાબ પકડી પાડયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ કુવાડવા રોડ પર આવેલા બેટી ગામ નજીક ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. એસ.વી. સાખરા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે કુવાડવા ચોટીલા હાઇબે પર બેટી નદી નજીક જી.જે. 02 એકસએકસ 2108 નંબરની ટાવેરા કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી હોય જેના આધારે પોલીસની ટીમ બેટી ગામના પુલ નજીક વોચમાં ગોઠવાઇ જઇ બાતમી મળેલી કાર પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 152 બોટલ મળી આવતા કાર અને શરાબ મળી કુલ રૂ. 3.64 લાખના મુદામાલ સાથે ગાંધીગ્રામ, એસ.કે. ચોક નજીક શ્રી રામ ડેરીની સામેની શેરીમાં રહેતો શખ્સને પી.એસ.આઇ. એસ.વી. સાંખ્રા, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઇ માલકીયા, કોન્સ્ટેબલ મહેશભાઇ, હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા અને ઉમેશભાઇ ચાવડા સહીતના સ્ટાફે ઝડપી લીધો છે.
જયારે મવડી વિસ્તારમાં આવેલા ઉદયનગર શેરી નં. 1 માં આવેલા શકિત માતાના મંદીર નજીકથી રેઢી બોલેરો કાર અને ફોર્ડ ફીયાસ્ટા કારમાંથી વિદેશી દારૂની 32 બોટલ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. પી.બી. જેબલીયા, હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઇ ગમારા, અંશુમનભા ગઢવી અને ક્રીપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફ શરાબ અને જીજે 03 જેસી 2691 નંબરની બોલેરો અને જીજે 03 સી.આર. 8002 નંબની ફીયાસ્ટા કાર મળી કુલ રૂ. 7.79 લાખનો મુદામાલ કબ્જે કરી કારના અંનબરના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.જયારે ત્રીજો વિદેશી દારુનો દરોડો વિજયનગર શેરી નં.પ માં રહેતો મહેન્દ્ર દીનેશભાઇ પરમારના મકાનમાં થોરાળા પોલીસે દરોડો પાડી રૂ. 11,500 ની કિંમતની ર3 બોટલ ઝડપી લીધી છે. જયારે દરોડા દરમિયાન મહેન્દ્ર પરમાર નાશી જતા તેની શોધખોળ હાથ ધરી છે.