કેસલેસ અને ડિજિટાઇઝેશનનો વાયરો ચેક કરિયાણાની હાટડી સુધી પહોંચી ગયો
કેસલેસ ઇકોનોમી અને ડિજીટાઇઝેશન ભણી આગળ વધી રહેલા વિશ્વ સાથે કદમ મિલાવવા ભારત પણ સજજ બની ગયું હોય તેમ દેશના અઢી કરોડ કરિયાણાના નાના વેપારીઓ ફોન પેથી પેમેન્ટ કરતા થઈ ગયા હોવાની ઉપલબ્ધિ ની ફોન પે જાહેરાત કરી છે કે કંપનીએ આ ઉપલબ્ધિ અંગે જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓફલાઈન વેપારી ટ્રાન્જેક્શન સામે હવે 200 ટકા જેટલો વધારો થઈ રહ્યો છે.
ફોન પે દ્વારા વધુ વેપારીઓ ને ઓફલાઈન માંથી ઓનલાઇન વ્યવહાર તરફ વાળવાની પહેલથઈ રહી છે 12500 જેટલા વર્કફોર્સ અને યંત્રોથી સમગ્ર ભારતમાં ફોન પે પોતાનું નેટવર્ક વિસ્તારી રહી છે કંપની અત્યારે વેપારીઓ સાથે ના નેટવર્કમાં દેશના 15700 શહેરો અને ગામડાઓમાં 99% પીનકોડ સુધી પહોંચવા માટે મહેનત કરી રહી છે ફોન પેદ્વારા અગાઉ અઢી કરોડ વેપારીઓ નું લક્ષ્ય 2021માં જાહેર કર્યું હતું નવેમ્બર મહિનામાં ફોન દ્વારા વધારાના વહેવારોને આવરી લેવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
હવે જે લોકો ઓફ લાઇન અને ઓન લાઇન સ્ટોર ચલાવી રહ્યા છે તે તમામને રિચાર્જ બિલની ચૂકવણી અને અન્ય નાણાકીય સુવિધા આપવાનું આયોજન કરી રહી છે, ત્યારે અઢી કરોડ કરિયાણાના દુકાનદારો ફોન પે થી ચુકવણું કરતા થઈ ગયા છે આ સંખ્યા આગામી વર્ષોમાં બેવડી કે ત્રણ ગણી થઇ જાય તેવી આશા સેવાઈ રહી છે.