મોબાઇલની દુકાનમાંથી ૧૫૦ જેટલા એન્ડ્રોઇડ અને સાદા ફોન મળીને કુલ ૪,૧૮,૦૦૦ રૂપિયાના માલ સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

દાદરામાં એક મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ર૧ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ દાદરા ગામના દેમણી રોડ પર આવેલી ભવાની મોબાઇલની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં લગભગ ૧પ૦ જેટલા એન્ડ્રોઇડ તેમજ સાદા ફોન અને ગલ્લામાંથી પાંચ હજાર રૂપિયા રોકડા સામાનની ચોરી કરી ફરારઇ થઇ ગયા હતા.

જેની તપાસ દાદરા પોલીસ સ્ટેશનના પી.આઇ. મનોજ પટેલ તેમજ પીએસઆઇ આઇઓ શશીકુમારસિંહ કરી રહ્યા હતા. આ દરમિયાન ગુપ્ત જાણકારીના આધારે રવિવારે મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર ડુંગરાના રહેવાસી હિતેશ રાજુ પટેલ ઉર્ફે લાલુ (ઉ.વ.રપ) અને વિનોદ વિજય ભગત (ઉ.વ.ર૮) ને પકડી લેવામાં આવ્યા. પોલીસને મળેલી બાતમીના આધારે હિતેશ પટેલ મંડાવા ગામ ગયો હતો. અને ત્યાં જ તેને પકડી લેવામાં આવ્યો જયારે વિનોદ ભગતને ડુંગરા ગામથી પકડી લેવામાં આવ્યો આરોપીને ૬ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. જો કે હાલ ચોરી કરાયેલ મોબાઇલની રીકવરી થઇ નથી પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.