ભુજ તાલુકાના કુકમા ખાતે સોમવારે દેશી દારૂના બુટલેગરે ધંધાની ટસલમાં બે ભાઇ પર છરી વડે હુમલો કરી નાના ભાઇનું મોત નિપજાવ્યાની ચકચારી ઘટનામાં પોલીસે કોરીડ -૧૯ નો રિપોર્ટ કરાવ્યો તો જે નેગેટીવ આવતા મંગળવારે સત્તાવાર ધરપકડ કરાઇ હતી. આજે કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરાશે,જયારે ત્રીજો આરોપી હજુ ફરાર રહ્યો છે.મોટી રેલીના બે યુવક પર કુકમા ગામે છરીથી શોકતઅલી ઉર્ફે અભલો બરકતઅલી પઠાણ અને ઉમર સુમાર બાફણ (રહે.કુકમા) વાળાએ પસાર થઇ રહેલા બે ભાઇ આઝાદ હુશેન ક્કલનું મોત નિપજાવ્યું હતું.અકબર ઉર્ફે અકલો અબ્દુલ મ્યાત્રા ( રહે . ભુજ ) વાળાની ચઢામણીથી બંને જણે હુમલો કર્યો હોવાની ફોજદારી નોંધાવાઇ હતી . ગણતરીના કલાકોમાં પોલીસે બંનેની અટકાયત કરી કોરીડ ૧૯ નો રિપોર્ટ કરાવ્યો હતો જે મંગળવારે સાંજે નેગેટીવ આવતા ધરપકડ કરાઇ હતી આજે બુધવારે સવારે રીમાન્ડની માંગણી સાથે બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરાશે તેવુ પદ્ધર પીએસઆઇ એસ.આર.જાડેજાએ જણાવ્યું હતું તો બંને આરોપીઓની ચઢામણી કરનાર ત્રીજો આરોપી અકબર માત્રા હજુ પોલીસ પકડથી દુર રહ્યો હતો જેની શોધખોળ હાથ ધરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.